દિવાળીના તહેવારને લઈ ધારી અને ખાંભા તાલુકામાં ફટાકડાના વેચાણ માટેના કામચલાઉ શેડ માટે લાયસન્સ ફરજિયાત
કોવિડ-૧૯ની ગાઈડલાઈનને અનુસરીને આગામી દિવાળીના તહેવાર દરમિયાન ધારી સબ ડિવિઝનના ધારી અને ખાંભા તાલુકામાં હંગામી દારુખાનું, ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત ધંધાર્થી ૫૦ મીટર દૂર સળગી ન ઉઠે તેવા સિમેન્ટના પતરાં, ગેલ્વેનાઈઝનાં પતરાંના ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નક્કી કરવામાં આવે તે જગ્યા પર ઉભા કરી તેમાં દારુખાનું રાખવા અને વેચાણ માટે લાયસન્સ મેળવવું ફરજિયાત છે. લાયસન્સ માટે નિયત નમૂનાના ફોર્મમાં તમામ વિગતો ભરીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, ધારીને તા.૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં રુ.૯૦૦ની લાઈસન્સ ફી ચલણ મારફત ભરીને, કોર્ટ સ્ટેમ્પ ફી ઉપરાંત જરુરી ડોક્યુમેન્ટ સાથેની અરજી ત્રણ નકલમાં કરવાની રહેશે, તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, ધારી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments