અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કોર્પોરેશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં અમદાવાદની એલ.જી. મેટ કોલેજનું નામ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કોલેજ હવે નરેન્દ્ર મોદીના નામે ઓળખશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ અંગે કોર્પોરેશન દ્વારા એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ શહેરમાં મણિનગર વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં આવેલ મેટ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેટ કોલેજ તરીકે કરવામાં આવ્યું છે. આ નામ એવા સમયે ફેરવવામાં આવ્યું છે કે જયારે આગામી બે દિવસ બાદ 17મી તારીખે ભારતના પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે.
આ આગાઉ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું અને આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ તરીકે પ્રસ્થાપિત થયું હતું જેનું ઉદ્ઘાટન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ દ્વારા 2021માં કરવામાં આવ્યું હતું. હવે વધુ એક કોલેજને નરેન્દ્ર મોદી નામ આપવામાં આવ્યું છે.
Recent Comments