ભાવનગર જિલ્લામાં આગામી તા.૧૮ સપ્ટેમ્બરના રોજ જિલ્લામા પોલિયો અભિયાન ૦ થી ૫ વર્ષના અંદાજે ૧.૬૯ લાખથી વધુ બાળકોને પોલીયો રસીથી સુરક્ષિત કરાશે
ભાવનગર જિલ્લામાં આગામી તા.૧૮ સપ્ટેમ્બર ના રોજ જિલ્લામા પોલિયો અભિયાન ૦ થી ૫ વર્ષના અંદાજે ૧.૬૯ લાખથી વધુ બાળકોને પોલીયો રસીથી સુરક્ષિત કરાશે પોલિયો રસીકરણ માટે સમગ્ર જિલ્લામાં ૨,૦૯૩ ટીમ તથા ૧,૦૯૧ પોલિયો બુથનુ આયોજન કરાયુ ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે પરંતુ હજુ પણ કેટલાક દેશોમાથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી ભારત દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે પોલિયો અભિયાન ચલાવવામા આવે છે. જેમાં ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી તેમને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવે છે. આ અભિયાન હેઠળ ચાલુ વર્ષે પણ તા.૧૮/૦૯/૨૦૨૨ ના રોજ ભાવનગર જિલ્લામાં પોલિયો અભિયાન ચલાવવામા આવનાર છે. જેમા ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે તા.૧૮/૦૯/૨૦૨૨ ના રોજ પોલિયો અભિયાન દ્વારા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવામાં આવનાર છે. આ વર્ષે ભાવનગર ગ્રામ્ય જિલ્લાની વસ્તી ૧૭,૪૦,૫૮૦ છે.
જેમાં ૦ થી ૫ વર્ષના બાળકોની અંદાજિત સંખ્યા ૧,૬૯,૩૬૯ છે. જે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં કુલ ૧૦૯૧ બુથનુ આયોજન કરવામા આવેલ છે તેમજ કુલ ૨૦૯૩ ટીમ દ્વારા પ્રથમ દિવસે પોલિયો બૂથ પર અને બીજા તથા ત્રીજા દિવસે ઘર-ઘર મુલાકાત લઈ પોલિયોની રસી પીવાડવામાં આવનાર છે. ભાવનગર જિલ્લામા ૩૮ ટ્રાન્જીટ પોઈન્ટ રાખવામા આવેલ છે. જેમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવા ખાસ અવર જવર રહેતી હોય તેવા વિસ્તારમા ટ્રાન્જીટ પોઈન્ટ દ્વારા પોલિયો કામગીરી કરવામા આવનાર છે તેમજ મોબાઇલ ટીમ દ્વારા પણ પોલિયો પીવાડવામા આવનાર છે. સમગ્ર કામગીરી પર સુપરવિઝન માટે ૨૩૩ સુપરવાઈઝર નિયુક્ત કરવામા આવેલ છે તેમજ દરેક તાલુકામા લાઇઝન ઓફિસર દ્વારા દેખરેખ રાખી પોલિયો રસીથી કોઈ બાળક વંચિત ન રહે તે રીતે કામગીરી કરવામા આવનાર છે.
આ સમગ્ર પોલિયો રાઉન્ડમા અંદાજિત ૧૧,૩૩૬ વેક્સિન વાયલ વપરાશમા લેવામાં આવશે તેમજ લોકોમા જાગૃતિ માટે પોલિયોની જાહેરાત માટે માઇક થકી પ્રચાર કરવામા આવશે. જિલ્લા અને તાલુકા કક્ષાએ આ અભિયાયનને સફળ બનાવવા માટે બેનર અને પોસ્ટર લગાવી પ્રચાર કરવામા આવનાર છે. જીલ્લામાં પોલિયો અભિયાયને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી.તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી તેમજ જિલ્લાના આરોગ્ય શાખાના તમામ અધિકારીશ્રીઓ તથા તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી પોલિયો કામગીરી અંગેની પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
Recent Comments