ટીમાણાની ગણેશ શાળાને રૂપિયા દોઢ લાખનો પુરસ્કાર મળ્યો

ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ માં ગણેશ શાળા ટીમાણાની જિલ્લા કક્ષાએ પ્રથમ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થઈ. ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ અને ભાવનગર જિલ્લા રમત ગમત કચેરીની રાહબરી હેઠળ યોજાયેલ ખેલ મહાકુંભ – ૨૦૨૧-૨૨ માં ગણેશ શાળા ટીમાણાની જિલ્લાની પ્રથમ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામેલ. જે અંતર્ગત ૧૫ મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ ભાવનગર ૩૬ મી નેશનલ ગેમ્સ માટે “Celibrating Unity though Sports” થીમ હેઠળ શ્રી નંદકુવરબા મહિલા કોલેજ – ભાવનગર ખાતે ૧૧ માં ખેલ મહાકુંભની પ્રથમ શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામતા ભાવનગરના મેયર શ્રી કિર્તીબેન દાણિધારિયા અને જિલ્લા કલેક્ટરશ્રી યોગેશભાઈ નિરગુડેના હસ્તે રોકડ ઈનામ ૧,૫૦,૦૦૦ અને પ્રશસ્તિ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ. આ સન્માન સમારોહમાં શાળાના શિક્ષકશ્રી અશ્વિનભાઈ બાંભણિયા અને રણજીતભાઈ મોરી ઉપસ્થિત રહ્યા હતાં. પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ સમગ્ર શાળા પરિવારે જેમની મહેનત થકી આ પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે એવા માર્ગદર્શક શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ.
Recent Comments