ઠાંસા યુવા શક્તિ સંગઠન ની મહેનત રંગ લાવી વૃક્ષારોપણ બાદ એક વર્ષ સુધી વૃક્ષ ઉછેર મુહિમ થી ૭૦૦ વૃક્ષો નું સુંદર ઉછેર થયો
દામનગર લાઠી તાલુકા ના ઠાંસા ગામે ગત વર્ષે માદરે વતન ઠાંસા ગામે સુરત સ્થિત યુવા શક્તિ સંગઠન નાં યુવાનો દ્વારા કરાયેલ મુહિમ રંગ લાવી પર્યાવરણ નું ઋણ અદા કરવા હેતુ થી ૭૦૦ જેટલા વૃક્ષ નું વાવેતર કરવામાં આવ્યું હતું તેનું એક પૂર્ણ થતાં સુરત સ્થિત યુવા શક્તિ એ એક વર્ષ પહેલાં જોરશોર થી વતન ઠાંસા ખાતે ભવ્ય વૃક્ષારોપણ સમારોહ પણ યોજાયો હતો ગામ ને નંદનવન બનાવવા વતન થી દુરસદુર સુરત સ્થિત યુવાનો એ વંદનીય પ્રયાસ કર્યો યુવા શક્તિ સંગઠને વૃક્ષારોપણ ના એક વર્ષ બાદ સતત એક વર્ષ સુધી વૃક્ષ ઉછેર ની મુહિમ માટે પ્રયત્ન શીલ રહી સ્થાનિક વૃક્ષપ્રેમી યુવા શક્તિ ટીમ ના યુવાનો એ ખેવના રાખી છોડ માં રણછોડ વૃક્ષ દેવો ભવ થી વૃક્ષારોપણ સ્થળે પાંજરા પાણી નિયમિત દરકાર ખામણા કરવા ની સુંદર સેવા થી વૃક્ષ ઉછેર પ્રવૃત્તિ કરાતી રહી આજે સુરત સ્થિત યુવા શક્તિ ટીમે વૃક્ષ ઉછેર જોઈ ખૂબ ખુશ ખુશાલ થયા સુરત યુવા શક્તિ ટીમ એક વર્ષ બાદ વૃક્ષ ઉછેર ની દરકાર લેનાર સ્થાનિક સ્વંયમ સેવી યુવા શક્તિ ટીમ ને પ્રત્યે આભાર વ્યક્ત કરી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી વૃક્ષ વ્યક્તિ સાથે વાતો કરતા હોય એવી રોનક દેખાય છે યુવાનો દ્વારા ઠાંસા ગામના વૃક્ષમિત્ર તરીકે સેવારત ભીમજીભાઈ ધોળકિયા અગ્રણી મધુભાઈ નવાપરા પંચાયત સદસ્ય પરેશભાઈ વાઘેલા,ગોપાલભાઈ કમેજળિયા સહિત ગામના નાગરિકો દ્વારા સાર સંભાળ થી વૃક્ષો ને મોટા કરવામાં સહયોગી છે તેવા તમામ પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો યુવા શક્તિ સંગઠન માત્ર વૃક્ષો વાવી ને ભૂલી નથી ગયા અને સાબિત થાય કે વૃક્ષો વાવવા મહત્વ નાં નથી પણ જો યોગ્ય જાળવણી થાય તો ૧૦૦ % ઉછેર થાય છે અને એમના ૭૦૦ વૃક્ષો આજે યોગ્ય રીતે ઊભા છે યુવા શક્તિ સંગઠન દ્વારા ગ્રામ વિકાસ પર્યાવરણ પ્રકૃતિ માટે આવી પ્રેરણાત્મક પ્રવૃત્તિ એકતા કરી સુંદર સદેશ આપ્યો છે અને શુભેચ્છા સાથે સમગ્ર યુવા શક્તિ ટીમે સર્વ સ્વંયમ સેવી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો
Recent Comments