શૂન્ય ટકા કરધિરાણનો ફિયાસ્કો, અભણ ખેડુતો પાસે બેંકો ૧૦ ટકા વ્યાજ વસુલે છે : પરેશ ધાનાણી
એક તરફ ભાજપ સરકાર ખેડુતોના હામી હોવાનો દાવો કરીને શુન્ય ટકા કરધિરાણની ડિંગો હાંકે છે, પણ વાસ્તવમાં બેંકો તેનો જરાય અમલ કરવા તૈયાર નથી, કરધિરાણમાં વિવિધ ચાર્જના નામે અભણ ખેડુતો પાસેથી શુન્ય ટકા તો ઠીક ૧૦ ટકા સુધી વ્યાજ વસુલવામાં આવી રહયા છે, ખેડુતો સહકારી અને રાષ્ટ્રીયકૃત
બેંકોમાંથી ખેતી માટે ધિરાણ લેતા હોય છે, સરકારે ૦ ટકા કરધિરાણની જાહેરાત કરી છે, ત્રણ લાખ સુધીના કરધિરાણમાં ૩ ટકા કેન્દ્ર, ૩ ટકા રાજય સરકાર અને ૧ ટકા ખેડુતે વ્યાજ ભરવાનું હતુ પણ ઓકટોબર ર૦૧૭ માં પરિપત્ર કરીને રાજય સરકારે ખેડુતોના એક ટકા વ્યાજ પણ માફ કરી દેવા જાહેરાત કરી હતી. આ બાબતે બેંકો કહે છે સરકારમાંથી કોઈ પરિપત્ર મળ્યો નથી.
Recent Comments