fbpx
બોલિવૂડ

જન્મદિવસે કંગનાએ PMને ભગવાન રામ અને કૃષ્ણની જેમ અમર કહ્યા, અક્ષયે પણ લખ્યું કે..

17 સપ્ટેમ્બર 1950 એ જન્મેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસ પર દેશ-દુનિયામાંથી સતત શુભેચ્છાઓ મળી રહી છે. PM મોદી બોલિવુડ સ્ટાર્સની વચ્ચે પણ ખૂબ જ પોપ્યુલર છે. PMના બર્થડે પર બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત અને અક્ષય કુમારે PM મોદી સાથેના થ્રોબેક ફોટો શેર કરીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી.

બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતે PM મોદી સાથે પોતાનો એક કોઈ ઇવેન્ટનો થ્રોબેક ફોટો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી જન્મદિવસની શુભેચ્છાઓ આપી. કંગનાએ એક લાંબી પોસ્ટ લખીને PM મોદીના જીવનના સફરને યાદ કરતા તેમણે ધરતીનાં સૌથી શક્તિશાળી વ્યક્તિ કહીને અમર ગણાવ્યા છે.

કંગનાએ PM મોદીને ધરતીના શક્તિશાળી વ્યક્તિ ગણાવ્યા

કંગના રણૌતે દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર એક થ્રોબેક ફોટો શેર કરીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. આ ફોટોમાં કંગના PM સાથે હાથ મિલાવતા જોવા મળી રહી છે. ઈન્સ્ટા સ્ટોરી પર એક્ટ્રેસે લખ્યું કે, ‘બાળપણમાં રેલવે પ્લેટફોર્મ પર ચા વેચવાથી લઈને આ ગ્રહ પર સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા સુધી, કેવી અવિશ્વસનીય જર્ની છે… અમે તમારા દીર્ઘાયુ થવાની પ્રાર્થના કરીએ છીએ, પણ રામની જેમ, કૃષ્ણની જેમ, ગાંધીની જેમ તમે અમર છો. હવે હંમેશાં માટે આ દેશ અને આગળની ચેતનામાં અંકિત થઈ ગયા છો. તમને હંમેશાં પ્રેમ મળશે. કોઈ તમારી વિરાસતને મિટાવી નહીં શકે. એટલે જ, હું તમને અવતાર કહું છું… તમને નેતાના રૂપમાં મેળવીને ધન્ય થઇ ગઈ.’

અક્ષય કુમાર PM મોદીની એનર્જીનો ફેન છે

તેમજ, અક્ષય કુમારે પણ PM મોદીની સાથેની મુલાકાતનો થ્રોબેક ફોટો શેર કરીને પ્રશંસા કરતા ટ્વીટ કર્યું કે, ‘તમારું વિઝન, તમારી હૂંફ, તમારી કામ કરવાની કેપેસીટી… કેટલીક એવી વસ્તુઓ છે, જે મને પ્રેરણા આપે છે. જન્મદિવસની શુભેચ્છાઓ. તમે સ્વસ્થ અને ખુશ રહો.’

Follow Me:

Related Posts