fbpx
અમરેલી

અમરેલી-ગઈકાલે માનવભક્ષી બનેલી સિંહણ પાંજરે પુરાઈ

અમરેલી-ગઈકાલે માનવભક્ષી બનેલી સિંહણ પાંજરે પુરાઈ હતી. રાજુલાના વાવડી ગામેં સાંજના સુમારે ખેતમજૂરના 13 વર્ષીય દીકરાને ફાડી ખાનાર સિંહણ પાંજરે પુરાઈ હતી. નરભક્ષી સિંહણને પકડવા વનવિભાગ દ્વારા રાત્રીના જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશાનમાં વનવિભાગને વહેલી સવારે સફળતા મળી હતી. વનવિભાગે નરભક્ષી સિંહણ અને 4 પાઠડા સિંહોને પાંજરે પૂર્યા હતા. નરભક્ષી સિંહણ સાથે 4 પાઠડા સિંહો પકડાઈ જતા ગ્રામજનોમાં હાશકારો જોવા મળ્યો હતો. આ સિંહણ અને 4 પાઠડા સિંહોને બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. વનવિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરતા વાવડી વાસીઓને હાશકારો અનુભવ્યો.

Follow Me:

Related Posts