ગ્રામ પંચાયતના વીસીઈઓના પડતર પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ કરવાની રજુઆત કરતા : પરેશ ધાનાણી
ગ્રામ પંચાયતના વીસીઈઓના વિવિધ પ્રશ્નો સરકારશ્રીમાં હાલમાં પડતર છે, આ બાબતે ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા પણ ખુબ જ રજુઆત થયેલ છે, જેમા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેતન, લધુતમ વેતનનો ભંગ થતો હોય, કમિશન બેઈઝ પોલીસી હટાવી ફીકસ વેતનથી નિમણૂંક આપવી, સરકારી કર્મચારીનો દરજજો આપવા નીચે મુજબના માંગણીઓનું તાત્કાલીક નિરાકરણ કરવાની રજુઆત માન. મુખ્યમંત્રીશ્રીને ભુપેન્દ્રભાઈ પટેલને ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ કરી.
(૧) કમિશન બેઈઝ ઈ–ગ્રામ પોલીસી હટાવી ફીકસ વેતન (૧૯પ૦૦) સરકારી પગાર ધોરણ લાગુ કરવા.
(ર) સરકારશ્રી સાથે ૧૬ વર્ષથી સળંગ કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરીને વર્ગ – ૩ માં સમાવેશ કરવા.
(૩) નોકરીમાં રક્ષણ આપીને સમાન કામ સમાન વેતન આપવા.
(૪) આરોગ્ય લક્ષી સુવિધા આપતા પરીવાર સહિત વિમા કવચ આપવા.
(પ) કોરોના મહામારીમાં મરણ પામેલ વીસીઈને આર્થિક સહાય આપવા.
(૬) સ્પીડ ધરાવતી ઈન્ટરનેટ કનેકટીવીટી પુરી પાડવા.
(૭) વીસીઈની કામગીરી બાબતે જોબકાર્ડ નકકી કરવા.
Recent Comments