૩૬ મી નેશનલ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઇ
ગુજરાત સરકાર તથા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમવાર યોજાનાર ૩૬ મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ નુ આયોજન આગામી તા. ૨૬-૦૯-૨૦૨૨ થી તા. ૧૨-૧૦-૨૦૨૨ સુધી ભાવનગરમાં થનાર છે. જે અન્વયે કલેકટર કચેરી, ભાવનગર ખાતે તૈયારીઓની સમીક્ષા બેઠક અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટનાં અગ્ર સચિવશ્રી મુકેશ કુમારનાં અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સ બેઠક યોજાઇ હતી. બેઠકમાં અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટનાં અગ્ર સચિવશ્રીએ નેશનલ ગેમ્સનાં મેદાનો અંગેની તૈયારીઓ, ખેલાડીઓના આગમનની માહિતી, ખેલાડીઓ માટે હોટલ તથા રમતના મેદાનોમાં જમવાની સુવિધાઓ, પ્રચાર- પ્રસાર થાય તે માટે હોર્ડિંગ, બેનર, ડેકોરેશન સહિતની વ્યવસ્થાઓ તથા પૂરતાં પ્રમાણમાં પાર્કિંગ, વાહન વ્યવસ્થા વગેરે અંગે તેમણે તંત્ર વાહકોને સૂચના આપી હતી.
આ ઉપરાંત જે શહેરમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં ખેલાડીઓની મદદ માટે કંટ્રોલ રૂમ ઊભા કરવા તેમજ અધિકારીઓને રૂબરૂ મુલાકાત લઈને વ્યવસ્થા ચકાસવા જણાવાયું હતું. વિડીયો કોન્ફરન્સ બાદ કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ એજન્સીના પ્રતિનિધિઓ પાસેથી કામગીરીનો અહેવાલ લીધો હતો. તેમજ જરૂરી સૂચનો કર્યા હતાં ભાવનગર જિલ્લા સેવા સદનમાં યોજાયેલી આ બેઠકમાં કમિશ્નરશ્રી એન. વી ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિન્દ્ર પટેલ, નગરપાલિકા નિયામકશ્રી અજય દહિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે.પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દિવ્યરાજ સહિતનાં રમત ગમત ક્ષેત્રે સંકળાયેલાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments