છૂટ્યો સાથ, રાજુ શ્રીવાસ્તવની પત્નીએ આપી અંતિમ વિદાઈ, ભાવુક કરી દેશે ફોટા
પતિ-પત્નીનો સંબંધ સાત જન્મોનો હોય છે. પરંતુ કોઈ પણ રસ્તા વચ્ચેથી સાથ છોડીને જતું રહે તો તેનાથી મોટું દુખ કોઈ નથી હોઈ શકતું. રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખા હાલમાં ઘણા જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. રાજુ શ્રીવાસ્તવના નિધનથી દરેક લોકો શોકમાં છે પરંતુ જો કોમેડિયનની મોતથી સૌથી વધારે જેને દુખ પહોંચ્યું હોય તો તે તેની પત્ની શિખા છે. રાજુના નિધને તેની પત્નીને તોડી નાખી છે. રાજુની પત્નીનો એક ફોટો સામે આવ્યો છે. ફોટામાં તમે જોઈ શકશો કે શિખાના ચહેરા પરા રાજુને ગુમવવાનું દુખ સાફ દેખાઈ રહ્યું છે.
રાજુની પત્નીની આંખોમાં આસું અને ચહેરા પર માયુસી જોઈને કોઈનું પણ દિલ તૂટી શકે છે. એકબીજા પર જાન આપતા રાજુ અને શિખાની જોડી તૂટી ગઈ. રાજુના જવાથી તેની પત્ની એકલી થઈ ગઈ છે પરંતુ કિસ્મતને કદાચ આ જ મંજૂર હતું. રાજુના નિધન અંગે વાત કરતા શિખાએ કહ્યું હતું કે- હું અત્યારે કંઈ પણ વાત કરવાની હાલતમાં નથી. હું શું કહું. તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે. હું પ્રાર્થના કરી રહી હતી અને મને આશા હતી કે તે આમાંથી જરૂર બહાર આવશે. પરંતુ એવું થઈ શક્યું ન હતું. હું બસ એટલું જ કહી શકું છું કે તે એક સાચા ફાઈટર હતા.
રાજુ શ્રીવાસ્તવ પોતાની પત્નીને ઘણો પ્રેમ કરતા હતા. બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મની લવ સ્ટોરી કરતા ઓછી નથી. રાજુએ પત્નીનું દિલ જીતવા માટે 12 વર્ષ સુધીનો લાંબા સમયની રાહ જોઈ હતી. અસલમાં રાજુએ પોતાના ભાઈના લગ્નમાં શિખાને પહેલી વખત જોઈ હતી અને પહેલી નજરમાં તેને શિખા સાથે પ્રેમ થઈ ગયો હતો. તે સમયે જ તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ લગ્ન કરશે તો શિખા સાથે જ. નહીં તો આખી લાઈફ લગ્ન નહીં કરે. તેમનામાં પ્રેમનો ઈઝહાર કરવાની હિંમત ન હતી આથી તેમના પરિવાર દ્વારા તેમણે તેનું માંગુ મંગાવ્યું હતું. જેના પછી તેમની લવ સ્ટોરી પૂરી થઈ હતી અને 1993માં શિખા સાથે તેમણે લગ્ન કર્યા હતા.
રાજુ શ્રીવાસ્તવને આજે સવારે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ વિદાઈ આપવામાં આવી હતી. તેમને અંતિમ વખત જોવા માટે તેમના પરિવારના લોકો સાથે નજીકના મિત્રો અને ફેન્સ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. સૌએ આસુંઓની સાથે પોતાના પસંદગીના કોમેડિયનને અંતિમ વિદાઈ આપી હતી. 10 ઓગષ્ટના કાર્ડિયાક અરેસ્ટ આવ્યા પછીથી તે હોસ્પિટલમાં જ હતા. થોડા દિવસો પહેલા તેમની તબિયતમાં સુધારો થવાની વાતો સામે આવી હતી પંરતુ 21 સપ્ટેમ્બરના તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
Recent Comments