પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્પોર્ટ્સ કાર્નિવલમાં પરંપરાગત રમતોની મોજ માણી
૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતના આંગણે થઈ રહ્યું છે ત્યારે સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે તે હેતુસર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરનાં સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્નિવલમાં નાના મોટા સૌ કોઈ વિવિધ રમતોમાં ભાગ લઈ મજા માણી શકે છે.
કાર્નિવલનો પ્રારંભ કરાવતા પદાધિકારીઓ અને અધિકારીઓએ ખેલાડીઓની જુસ્સો વધારવા રમતના માહોલને જોઈને મેદાને આવીને રમત રમવા લાગ્યા હતા. પદાધિકારીઓ અને અધિકારીઓએ ક્ષેપક ટકરાવ, હેન્ડબોલ, બેડમીન્ટન, ક્રિકેટ સહિતની રમતોમાં ભાગ લઈને ખેલાડીઓને જુસ્સો પૂરો પડ્યો હતો.
કાર્નિવલમાં પદાધિકારીઓ અને અધિકારીઓએ રમતોમાં ભાગ લઈને ખેલદિલીની ભાવના દર્શાવી હતી. અધિકારીઓની વહીવટી વ્યસ્તતા અને પદાધિકારીઓની રાજકીય વ્યસ્તતા વચ્ચે રમતોમાં ભાગ લઈને ભાવનગરને મળેલ નેશનલ ગેમ્સની યાજમાનીમાં ભાવેણા વાસીઓને રમતો પ્રત્યેની જાગૃતતાના દર્શન કરાવ્યા હતા.
આ રમતોમાં મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, ડેપ્યુટી મેયરશ્રી કૃણાલભાઇ શાહ, શહેર ભા.જ.પ. પ્રમુખશ્રી રાજીવભાઇ પંડ્યા, કલેકટરશ્રી યોગેશ નિરગુડે, કમિશ્નરશ્રી એન. વી ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, કોર્પોરેટરશ્રીઓ ભાગ લીધો હતો.
Recent Comments