fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનના આ મંત્રીને લંડનમાં કોફી શોપની બહાર પ્રવાસીઓએ જાેઈને આ શું બુમો પાડી!…

પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે લંડનમાં ખુબ શરમિંદગીનો અનુભવ કરવો પડ્યો. લંડનમાં એક કોફી શોપની બહાર પ્રવાસી પાકિસતાનીઓએ તેમને ઘેરી લીધા અને તેમને જાેઈને ચોરની, ચોરની બૂમો પાડવા લાગ્યા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જાેઈ શકાય છે કે બ્રિટનમાં રહેતા કેટલાક પ્રવાસી પાકિસ્તાનીઓ મરિયમને ઘેરીને ઊભા છે. એઆરવાય ન્યૂઝના એક રિપોર્ટ મુજબ આ પ્રવાસી પાકિસ્તાનીઓ દેશમાં ભયાનક પૂર વચ્ચે તેમના વિદેશ પ્રવાસને લઈને નારાજ હતા અને તેમની ટીકા કરી રહ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે ચોરની ચોરનીના નારા લાગ્યા હોવા છતાં મરિયમે તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નહીં અને પોતાના મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહ્યા. પરંતુ પાકિસ્તાન કેબિનેટ મરિયમના સમર્થનમાં ઉતરી પડી છે અને તેને લઈને પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર નિશાન સાધ્યું છે. 

રિપોર્ટ્‌સ મુજબ એવું કહેવાઈ રહ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનના સમર્થકોએ કોફી શોપની બહાર મરિયમને ઘેર્યા અને તેમના વિરુદ્ધ નારેબાજી કરી. આ વીડિયોમાં એક મહિલા એવું કહેતી સાંભળી શકાય છે કે મરિયમ ટેલિવિઝન ઉપર તો ખુબ મોટા મોટા દાવા કરે છે પરંતુ અહીં તેઓ પોતાના માથે દુપટ્ટો સુદ્ધા રાખતા નથી. પાકિસ્તાનના એક પત્રકારે શેર કરેલા વીડિયો પર રિપ્લાય કરતા મરિયમે લખ્યું કે આપણા ભાઈઓ અને બહેનો પર ઈમરાન ખાનની નફરતવાળી રાજનીતિનો પ્રભાવ જાેઈને દુખ થયું.

બીજી બાજુ પાકિસ્તાની અખબાર ડોનના ખબર મુજબ શહબાજ સરકારના મંત્રીઓએ મરિયમનો બચાવ કરતા કહ્યું કે તેમણે શાંતિપૂર્ણ રીતે સ્થિતિને સંભાળી. ડોનના રિપોર્ટ મુજબ પાકિસ્તાની મંત્રીએ દાવો કર્યો કે તેમણે ભીડમાં થોભીને દરેક વ્યક્તિના સવાલના જવાબ આપ્યા. અત્રે જણાવવાનું કે આ અગાઉ સાઉદીમાં શાહબાજ શરીફ વિરુદ્ધ નારા લાગ્યા હતા. એપ્રિલ મહિનામાં જ્યારે તેઓ પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલીવાર વિદેશયાત્રા પર સાઉદી અરબ પહોંચ્યા તો તેમણે પણ આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જેવા તેઓ શરીફ મદીનાની મસ્જિદ-એ-નવાબીમાં પહોંચ્યા કે લોકોએ ચોર-ચોરના નારા લગાવવાના શરૂ કર્યા હતા.

Follow Me:

Related Posts