રાજકોટના રાજવી પેલેસમાં બહેનોએ ચાલુ બાઇક પર ઉભા રહી બન્ને હાથે તલવાર ફેરવવાની કરી પ્રેક્ટિસ
રાજકોટમાં ક્ષત્રિય સમાજની અગ્રણી સંસ્થા ભગિની ફાઉન્ડેશન દ્વારા ક્ષત્રિય સમાજની માતાઓ અને દીકરીઓ માટે રાજવી પેલેસમાં ૨ દિવસના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્ષત્રિય સમાજની બહેનો અલગ અલગ રાસ-ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે. ત્યારે નારી શક્તિના દર્શન સમાન બહેનોએ બાઇક પર ઉભા રહી બન્ને હાથમાં તલવાર ફેરવવાની પ્રક્ટિસ કરી છે. બે દિવસ દરમિયાન આ બહેનો અવનવા રાસ-ગરબા રમી નારી શક્તિના દર્શન કરાવશે. રાજકોટના રાજવી પેલેસમાં છેલ્લા એક મહિનાથી ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રાસ-ગરબાની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ રાજવી પરિવારના મહારાણી કાદમ્બરીદેવી પણ ગરબાની પ્રેક્ટિસ કરતા જાેવા મળી રહ્યા છે.
મહિલાઓમાં જુસ્સો વધે અને સ્ત્રી સશક્તિકરણના દર્શન થાય તે માટે આ વખતે બહેનોએ બાઇક પર ઉભા રહી બન્ને હાથમાં તલવાર ફેરવવાની પ્રેક્ટિસ કરી છે. બે દિવસ દરમિયાન રાજવી પેલેસમાં બહેનોની આ શક્તિના દર્શન પણ જાેવા મળશે. ભગીની સેવા ફાઉન્ડેશનમાં એક મહિના પહેલાથી ગરબાની પ્રેક્ટિસ ચાલુ થઈ છે. દીકરીઓ અને બહેનોમાં ખૂબ જ ઉત્સાહ છે. આ ઉત્સવને માણવા અને ઉજવવા માટે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. દર વખતની જેમ સાથે સાથે કઈક નવું કરવાની પણ દીકરીઓમાં ઉત્સાહ છે. આ વખતે દીકરીઓએ બાઇક પર ઉભા રહી તલવાર ફેરવવાની પ્રેક્ટિસ કરી છે. આ ઘણું મુશ્કેલ છે કારણ કે, બાઇક પર ઉભા રહીને બે હાથે તલવાર ફેરવવી. પરંતુ દીકરીઓએ બહુ સરસ પ્રયાસ કર્યો છે.
Recent Comments