fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં નવાં એગ્રી બીઝનેસ સેન્ટર સ્થાપવા માટે અરજીઓ મંગાવાઈ

રાજ્ય સરકાર સંચાલિત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ એ સરકારી સાહસ છે.  ઉચ્ચ ગુણવતાવાળી ખેત સામગ્રી સમયસર અને વ્યાજબી ભાવે નજીકના સ્થળેથી મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં ૧,૩૦૦ થી વધારે એગ્રો સર્વિસ સેન્ટર/એગ્રી બીઝનેસ સેન્ટરનું સંચાલન કરવામાં આવે છે. આ સેન્ટરો રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, પ્રવાહી જૈવિક ખાતરોના વેચાણની તેમજ સરકારની જુદી-જુદી યોજનાઓની કામગીરી કરવામાં આવે છે.  નવા એગ્રી બીઝનેસ સેન્ટર સ્થાપવા માટે જરુરી લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી પત્રક નિગમની અમરેલી ખાતેની કચેરી એ મોકલી આપવાના રહે છે.  અરજી  ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ, હોટલ અવધની નીચે, ડૉ.કે.વી.પરીખ રોડ, જૂના માર્કેટિંગ યાર્ડની સામે, અમરેલી ખાતે મોકલી આપવી. આ અરજી પત્રકના નિયત નમૂના અમરેલી અને ગાંધીનગર સ્થિત વડી કચેરીએથી કચેરી સમય દરમિયાન મળી રહેશે. આ અંગેની વધુ માહિતી www.gaic.gov.in પરથી પણ મળી રહેશે, તેમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. અમરેલીના સેન્ટર ઇન્ચાર્જશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts