fbpx
ભાવનગર

ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુવિહારના ઉપક્રમે યોજાયેલ આરોગ્ય શિબિર યોજાય

ભાવનગર  એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ની CSR એક્ટિવિટી અંતર્ગત ઘોઘા વિસ્તારના માલણકા પ્રાથમિક શાળાના 120 વિદ્યાર્થીઓ માટે તા.27 સપ્ટેમ્બરનાં રોજ આરોગ્ય તપાસ યોજાઈ  ભાવનગર ની જાણીતી સેવા સંસ્થા  શિશુવિહાર ના ઉપક્રમે યોજાયેલ આરોગ્ય શિબિર માં ડોકટર અરવિંદ ભાઈ ત્રિવેદીએ હેલ્થ ચેક-અપ  દવા તેમજ  શ્રી રેખાબહેન ભટ્ટ એ  બાળકોના લોહીમાં હિમોગ્લોબીન તપાસ અને શ્રી અંકિતાબહેન ભટ્ટ એ કૅરેટોમીટરથી  આંખ તપાસ બાદ ચશ્મા નું વિતરણ કરેલ હતું.

આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાઓને બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામાં આવેલ.જુલાઈ અને સપ્ટેમ્બર દરમિયાન ઘોઘા ભાલ વિસ્તારના 8 ગામડા ઓની 12 થી વધુ શાળા ઓમાં 1440 થી વધુ બાળકોની આરોગ્ય તપાસ ના લક્ષાંક ને સાર્થક કરવા શિશુવિહાર ટીમના ચીફ કોર્ડીંનેટર શ્રી હીનાબહેન ભટ્ટનાં સક્રિય માર્ગદર્શન આપી ગ્રામ્ય સ્વાસ્થ્ય ની કાળજી લઈ રહ્યા છે જે  નોંધનીય બને છે.

Follow Me:

Related Posts