fbpx
બોલિવૂડ

સમય ગયો રિમિક્સનો, કન્ટેન્ટ ઓરિજનલ ક્રિએટ કરવું જરૂરી છે : અમિત ત્રિવેદી

સિંગર- એક્ટર નેહા કક્કરે ફાલ્ગુની પાઠકના બે દાયકા જૂના ફેમસ સોન્ગ ‘મેંને પાયલ હૈ છનકાઈ’ને રિમિક્સ વર્ઝનમાં લોન્ચ કરતા, ઓરિજનલ વર્સીસ રિમિક્સનો વિવાદ વકર્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલ સોન્ગ રિમિક્સના વિવાદ પર અનેક સિંગર્સ તેમનું મંતવ્ય જણાવી ચૂક્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે પણ નેહાના આ નવા સોન્ગને બકવાસ ગણાવ્યું છે અને તેની સાથે જ, સોન્ગમાં તેના લૂકની મજાક ઉડાવી છે. ગુજરાતી મ્યુઝિક ડિરેક્ટર અને સિંગર અમિત ત્રિવેદીએ પણ આ મામલે તેમના વિચાર રજૂ કર્યા હતા. અમિતે કહ્યું હતું કે, એક સમય હતો જયારે ઓડિયન્સને રિમિક્સ સોન્ગ્સ ગમતા હતા અને ડિમાન્ડ પણ હતી. તે સમયે બનેલા અનેક રિમિક્સ સોન્ગ્સને આજે પણ સાંભળવામાં આવે છે અને તેઓ ખરેખર સરસ બન્યા છે, પરંતુ દરેક સોન્ગ્સને રિમિક્સ કરવું જરૂરી નથી હોતું.

મેં પણ અનેક સોન્ગ્સના રિમિક્સ બનાવ્યા છે, પરંતુ દરેકે તે ધ્યાન રાખવું જાેઈએ કે સોન્ગની ઓરિજનલ મજા મરી ન જવી જાેઈએ. હવે, સમય નવા મ્યુઝિકનો છે. લોકોનો ટેસ્ટ પણ બદલાયો છે. જાે તમે ધ્યાનથી એનાલીસીસ કરશો તો તમને સમજાશે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલા રિમિક્સ સોન્ગ્સ ખાસ સફળ રહ્યા નથી. હું મારા દરેક પ્રોજેક્ટમાં ડિરેક્ટરના વિઝનને ફોલો કરું છું અને ત્યારબાદ, જ મ્યુઝિક પર કામ કરું છું. દિગ્ગ્જ મ્યુઝિક ડિરેક્ટર અમિત ત્રિવેદી ફિલ્મ વર્ષ ૨૦૦૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દેવ ડી’ માટે નેશનલ એવોર્ડ મેળવી ચૂક્યા છે. આ સાથે જ, અનેક ફિલ્મી પ્રાઈવેટ ઈવેન્ટ્‌સમાં તેમની સંગીત જાદુગરીને એવોર્ડથી નવાજવામાં આવી છે. ખાસ કરીને, અમિતને ‘વેક અપ સિદ’, ‘ઈંગ્લિશ-વિંગ્લિશ’, ‘કવીન’, ‘કાઈ પો છે’, ‘અંધાધૂંધ’ અને ‘કેદારનાથ’ જેવી અનેક ફિલ્મોના મ્યુઝિક માટે આજે પણ વખાણવામાં આવે છે.

Follow Me:

Related Posts