fbpx
ભાવનગર

ભારતમાતાના સપૂતને આવકારવાં ભારતમાતા બનેલી બાળકીએ આકર્ષણ જમાવ્યું

ગુજરાતના પનોતા પૂત્ર અને ગુજરાતનું ગૌરવ એવાં ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ભાવેણાના મહેમાન બન્યાં છે ત્યારે તેમને આવકારવાં ભાવેણું જાણે અધીરું બન્યું છે. ત્યારે તેમાં નાનેરાં થી મોટેરાંનો ઉમંગ ઉત્સાહ સમાતો નથી.

આ જ કડીમાં ભાવનગરના માર્ગ પર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આવકારવાં માટે ’ભારતમાતા’ નો વેશ ધારણ કરેલી બાળકી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભારતમાતાના સંતાન એવાં શ્રી નરેન્દ્રભાઇ મોદી જે રીતે ભારતમાતાનો પરચમ સમગ્ર વિશ્વમાં લહેરાવી રહ્યાં છે. ત્યારે આ તેમનું અદકેરું સ્વાગત અનોખું હતું. દીકરીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું અદકેરું સ્વાગત કરવાં માટે હું ભારતમાતા બની છું.  છેલ્લાં એક અઠવાડિયાથી ભાવેણાંએ નવોઢાની જેમ નવાં શણગાર સજ્યાં હોય તે રીતે રોડ રસ્તા ઝગમગી રહ્યાં છે. અને ભારતમાતાના પનોતા પૂત્ર જ્યારે ભાવેણાની ધરતી પર આવી રહ્યાં હોય ત્યારે ભાવેણું તેની આગતાં- સ્વાગતામાં ક્યાંય કસર છોડે તેમ નથી તેમ જોતાં જ પ્રતિત થાય છે.

Follow Me:

Related Posts