fbpx
ગુજરાત

વડોદરામાં બાળકચોરીનો આરોપ મૂકી યુવાનને લોકોએ ઢોર માર માર્યો

વડોદરાના કિશનવાડીમાં બાળકો ઉઠાવી જવાના આરોપમાં એક યુવાનને સ્થાનિક ટોળાએ મરણતોલ માર માર્યો હતો. આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. દરમિયાન પોલીસ આવી જતાં ગંભીર ઇજા પામેલા કહેવાતા બાળક ચોરને પોલીસ હવાલે કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મળેલી માહિતી પ્રમાણે વડોદરાના કિશનવાડીમાં બાઇક ઉપર આવેલ એક યુવાન બાળક ઉઠાવી જઇ રહ્યો હોવાની સ્થાનિક લોકોને શંકા જતાં જાેતજાેતાંમાં ટોળું એકઠું થઇ ગયું હતું અને કહેવાતા બાળક ચોરને હાથ અને લાતો ઉપરાંત હાથમાં જે આવ્યું તેનાથી મરણતોલ માર માર્યો હતો. કહેવાતા બાળક ચોર યુવાનને માથામાં ઇજા થતાં લોહી લૂહાણ થઇ ગયો હતો.

કહેવાતો બાળકચોર લોકોના મારથી રોડ ઉપર બેભાન થઇ ગયા પછી પણ લોકો લાતો અને મુક્કા મારતા રહ્યાં હતાં. દરમિયાન આ અંગેની જાણ બાપોદ પોલીસને થતાં પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ટોળાના ચુગાલમાંથી કહેવાતા બાળક ચોરને ગંભીર હાલતમાં ટોળામાંથી લઈ ગઈ હતી. ગંભીર ઇજા પામેલા કહેવાતા બાળક ચોરને હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગય હતી.

Follow Me:

Related Posts