દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામે તકરારમાં બનેવી પર કુહાડા વડે હુમલો કરી હત્યા નિપજાવવાના પ્રકરણમાં પોલીસે બંને આરોપી સાળાની અટકાયત કરી લીઘી છે.આ ખુની ખેલ વેળાએ વચ્ચે છોડાવવા પડેલી મહિલાને પણ માથાના ભાગે લાકડી ફટકારીને જીવલેણ હુમલો કર્યાનુ સામે આવ્યુ છે.પથ્થરની પાટના ઓર્ડર બાબતે ઉગ્ર બોલાચાલી બાદ હત્યાને અંજામ આપ્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ભાણવડ તાલુકાના રાણપરમાં રહેતા અને સફેદ પથ્થરની પાટ બનાવવાનુ મજુરી કામ અને ઓર્ડર મુજબ વેચાણ સાથે સકંળાયેલા પોલાભાઇ રાજાભાઇ સાદીયા સાથે તેના સાળા ગોવિંદ નથુભાઇ ખરા અને અરવિંદ નથુભાઇ ખરાએ ઉગ્ર બોલાચાલી કરી તકરાર કરી ગાળો ભાંડી હતી જેથી અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ગોવિંદ નથુભાઇ ખરાએ પોલાભાઇ પર કુહાડા વડે હુમલો કરી માથામાં ત્રણેક ઘા ઝીંકી દેતા તેઓ લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડયા હતા.
તેઓનુ મૃત્યુ નિપજયુ હતુ. જયારે તેઓને છોડાવવા માટે વચ્ચે પડેલા સોમીબેન પર આરોપી અરવિ઼દભાઇએ લાકડી વડે જીવલેણ હુમલો કરી દિધાનો બનાવ બહાર આવ્યો છે.આ બનાવની મૃતકના પત્ની અને ઇજાગ્રસ્ત સોમીબેનની ફરીયાદ પરથી ભાણવડ પોલીસે આરોપીઓ ગોવિંદ ખરા અને અરવિંદ ખરા સામે હત્યા ઉપરાંત હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.જેની તપાસ પીએસઆઇ પી.ડી.વાંદા અને સ્ટાફે હાથ ધરી છે જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને સકંજામાં લીધા છે. મૃતક યુવાન,તેનો પુત્ર અને આરોપીઓ સાથે સફેદ પથ્થરની પાટ ઓર્ડર મુજબ બનાવી વેચાણના મજુરીકામ સાથે સકંળાયેલા હતા.
તેમાં જે રકમ મળે તેનો સરખે હિસ્સે ભાગ પાડતા હતા.જેમાં પથ્થરની પાટનો ઓર્ડર મળતા મૃતક અને તેના પત્ની બંને આરોપીઓના ઘરે વાત કરવા માટે જતા ત્યાં હવે અમો જ પથ્થરની પાટ વેચીંશુ,તમારે વેચવાની જરૂર નથી એમ કહી બંને આરોપીઓએ ઉગ્ર બોલાચાલી કરી ગાળો ભાંડતા તેને ગાળો ભાંડવાની પોલાભાઇએ ના પાડી હતી.આથી તકરાર કરી ઉશ્કેરાઇ જઇ હત્યા,જીવલેણ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.


















Recent Comments