એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડની સી.એસ.આર. એક્ટિવિટી અંતર્ગત ઘોઘા વિસ્તારના ઘોઘા કન્યા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસ યોજાઈ હતી.
ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુવિહારના ઉપક્રમે યોજાયેલ આરોગ્ય શિબિરમાં ડો. અરવિંદભાઈ ત્રિવેદીએ હેલ્થ ચેક-અપ દવા તેમજ શ્રી રેખાબહેન ભટ્ટે બાળકોના લોહીમાં હિમોગ્લોબીન તપાસ અને શ્રી અંકિતાબહેન ભટ્ટે કૅરેટોમીટરથી આંખ તપાસ બાદ ચશ્માનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાઓને બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.
જુલાઈ થી સપ્ટેમ્બર- ૨૦૨૨ દરમિયાન ઘોઘા ભાલ વિસ્તારના નવા-જુના રતનપર, ભૂત્તેશ્ચર , માલણકા , માલપર, અકવાડા, ભૂંભલી, લતથા, ઘોઘા સહીતની કુલ ૧૨ શાળાઓમાં ૧,૪૪૦ બાળકોની આરોગ્ય તપાસ, હિમોગ્લોબીન તપાસ તથા વિધાર્થીઓની આંખ તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દવા તથા ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતું.
ઍગ્રોસેલ સી.એસ.આર. સંયોજકશ્રી વિશાલભાઈ મિશ્રા તથા શ્રી બિરેનભાઈ બ્રહ્મનાં સહયોગથી શિશુવિહાર ટીમના ચીફ કો- ઓર્ડિનેટર શ્રી હીનાબહેન ભટ્ટે સક્રિય માર્ગદર્શન આપી ગ્રામ્ય સ્વાસ્થ્યની કાળજી લીધી હતી.
Recent Comments