fbpx
અમરેલી

નાગેશ્રી ગામે જુગાર રમતા સાત ઈસમોને મુદ્દામાલ સાથે પકડી પડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દુર કરવા પ્રોહી – જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું .

રાત્રીના નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે , નાગેશ્રી ગામે , સિધ્ધનાથ મહાદેવ મંદિર પાસે જાહેરમાં અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે , તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતાં કુલ સાત ઇસમોને રોકડ રકમ , મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ , પકડાયેલ તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી નાગેશ્રી પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે.

જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ ( ૧ ) લાલજી મનુભાઇ સોલંકી , ઉ.વ .૨૨ , રહે . નાગેશ્રી , તા.જાફરાબાદ , જિ.અમરેલી , ( ૨ ) લાલા વશરામભાઇ પરમાર , ઉ.વ .૨૬ , રહે.નાગેશ્રી , તા.જાફરાબાદ , જિ.અમરેલી . ( ૩ ) બાબુ મંગાભાઇ બાંભણીયા , ઉ.વ .૩૫ , રહે.નાગેશ્રી , તા.જાફરાબાદ , જિ.અમરેલી . ( ૪ ) ગભરૂભાઇ ઘુસાભાઇ બોરીચા , ઉ.વ .૫૬ , રહે.નાગેશ્રી , તા.જાફરાબાદ , જિ.અમરેલી . ( ૫ ) કીરણ દીલુભાઇ કોટીલા , ઉ.વ .૨૯ , રહે.નાગેશ્રી , તા.જાફરાબાદ , જિ.અમરેલી , ( ૬ ) નાનજી વશરામભાઇ ગમારા , ઉ.વ .૩૦ , રહે.નાગેશ્રી , તા.જાફરાબાદ , જિ.અમરેલી . ( ૭ ) લાલજી ભવાનભાઇ સોલંકી , ઉ.વ .૨૫ , રહે.નાગેશ્રી , તા.જાફરાબાદ , જિ.અમરેલી .

પકડાયેલ મુદ્દામાલ રોકડા રૂા .૧૫,૮૧૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૦૪ , કિ.રૂા .૨૪,૦૦૦ / – તથા ગંજીપત્તાના પાના નંગ – પર , કિં.રૂ .૦૦ / મળી મળી કુલ કિં.રૂા .૩૯,૮૧૦ / – નો મુદ્દામાલ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts