fbpx
અમરેલી

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ કરવામાં આવ્યું

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ કરવામાં આવ્યું. તે અંતર્ગત સમગ્ર ભારત દેશની નગરપાલિકાઓં / મહાનગરપાલિકા ના પરિણામો આવેલ છે. હાલમાં ભાજપ શાષિત અમરેલી નગરપાલિકામા અમરેલી શહેર ના તમામ ઘટકો જેવા કે રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ , શહેરને સ્વચ્છ અને સુશોભિત બનાવવું , તેવો દૃઢ સંકલ્પ કરનાર અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મનીષાબેન એસ. રામાણી તથા કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ શેખવા તથા તમામ ચુટાયેલા સદસ્યશ્રીઓં દ્વારા શહેરને સ્વચ્છ અને સુશોભિત બનાવવું તેના ભાગ રૂપે સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૨ નું રીઝલ્ટ અતિ પ્રસંસનીય આવેલ છે.

· ભાવનગર ઝોનમાં અમરેલી , ભાવનગર , ગીર સોમનાથ તથા જુનાગઢ જીલ્લા ની ૨૭ નગરપાલિકા માં અમરેલી નગરપાલિકા પ્રથમ ક્રમે આવેલ છે.

· સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા લેવલે પાંચમાં ક્રમાંકે આવેલ છે.

અમરેલી નગરપાલિકાના શાષકોની દેખરેખ હેઠળ આરોગ્ય શાખા દ્વારા સુંદર કામગીરી કરવામાં આવેલ છે. જે પ્રસંસનીય છે. હજુ પણ તમામ ક્ષેત્રે અમરેલી નગરપાલિકા અમરેલી શહેરની જનતાને તમામ પ્રકારની સગવડ આપવા માટે સતત પ્રયત્નશીલ છે. 

Follow Me:

Related Posts