સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં જુદાં જુદાં કાર્યક્રમો યોજવામાં આવ્યા
અમરેલી જિલ્લામાં તાજેતરમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમદાન, જાહેર સ્થળોની સફાઈ, મંદિરો અને તેના આસપાસના વિસ્તારની સફાઈ, સ્વચ્છતા રેલી, શાળાઓમાં ચિત્ર અને રંગોળી સ્પર્ધા, સ્વચ્છતાનું મહત્વ સમજાવતા અને સ્વચ્છતાનો સંદેશો આપતા સ્વચ્છતાની થીમ પર જુદાં – જુદાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
Recent Comments