સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ ચાર રસ્તા પાસે રૂપિયાની લેતી દેતીમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. યુવકે જેની પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા તેની સાથે અન્ય ત્રણ યુવકોએ આવી જીવલેણ હુમલો કર્યો હતો. જાહેરમાં મારામારી અને હુમલાની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાને પગલે જહાંગીરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પાલનપુર ગામ ખાતે આવેલા શ્રીલેખા એપાર્ટમેન્ટમાં રહેતા હાર્દિક ઠક્કર ઉપર ચાર જેટલા ઇસમોએ જહાંગીરાબાદ વિસ્તારમાં જીવલેણ હુમલો કર્યો હતો. હાર્દિકે તેના મિત્ર કૃણાલ કલસરિયા પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. જે રૂપિયાની વાત કરવા માટે હાર્દિકને જહાંગીરાબાદ ખાતે આવેલા ડીમાર્ટ ચાર રસ્તા પાસે બોલાવ્યો હતો. જ્યાં કૃણાલ દ્વારા રૂપિયા પરત આપવાની માંગ કરાઈ હતી.
ત્યારે મારખાનાર હાર્દિકે દિવાળી બાદ રૂપિયા આપી દઈશ તેવું કહ્યું હતું. ત્યારબાદ તેની પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. કૃણાલ સાથે તેના અન્ય ત્રણ મિત્રોએ ચપ્પુ વડે હુમલો કરી જાહેરમાં હાર્દિકને માર મારવામાં આવ્યો હતો. ઘટનાને પગલે તમામ લોકો ભેગા થઈ ગયા હતા. છતાં ચાર યુવકો દ્વારા હાર્દિકને માર મારવામાં આવી રહ્યો હતો. હુમલો કરનાર ચાર યુવકોમાંથી એક યુવકે હાથ ઉપર ચપ્પુ માર્યું હતું. જ્યારે અન્ય ભેગા મળી જાહેરમાં માર મારી રહ્યા હતા. દરમિયાન હાર્દિક તેમની વચ્ચેથી ભાગી જતાં બચી ગયો હતો. જહાંગીરાબાદ ડીમાર્ટ ચાર રસ્તા પાસે યુવક પર કરાયેલા હુમલાની ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
જેમાં હાર્દિક ઠક્કર ઉપર અચાનક ચાર યુવકો દ્વારા વાતચીત કર્યા બાદ મારવામાં આવ્યો હતો. એક યુવકે પાછળથી ચપ્પુ વડે હુમલો પણ કર્યો હતો. જાહેરમાં માર મારતા મોટું લોક ટોળું ભેગું થઈ ગયું હતું. દરમિયાન હાર્દિક મારનાર ચારેય હુમલાખોરો પાસેથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હાર્દિક ઠક્કર પર થયેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા બાદ આ અંગે જહાંગીરાબાદ પોલીસ મથકમાં મારા મારીની અને હુમલાની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે સીસીટીવીના આધારે ચાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે કૃણાલ કલસરિયા, પ્રદીપ તરસરીયા, નિલેશ દરબાર અને અન્ય એક મિત્ર આમ કુલ ચાર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments