fbpx
રાષ્ટ્રીય

કર્ણાટકમાં પોતાના પિતાનું દેવુ ચુકવવા માટે સગીરને ફોસલાવીને કરાવ્યું આવું કામ

કર્ણાટકમાં એક સગીરને ર્નિવસ્ત્ર થઇને પૂજા કરવા પર મજબૂર કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના કર્ણાટકના કોપ્પલની છે. જ્યાં સગીરને ફોસલાવીને કથિતરૂપે પોતાના પિતાનું દેવુ ચુકવવા માટે કપડા ઉતારવાં અને નગ્ન થઇને પૂજા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો. આરોપીઓએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આ રીતે કેટલાંક લોકોએ પૂજાની પવિત્રતાના ધજાગરા ઉડાવ્યા છે. રિપોર્ટ અનુસાર, સગીરની ઉંમર ૧૬ વર્ષ છે અને આ મામલે પોલીસે કેસ દાખલ કર્યો છે. સાથે જ ત્રણ લોકોની ઘરપકડ પણ કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપીઓએ સગીરને મજબૂર કર્યો હતો કે તે ર્નિવસ્ત્ર થઇને પૂજા કરશે તો તેના પિતાએ લીધેલું બધુ જ ઉધાર માફ થઇ જશે. અધિકારીઓએ આરોપીઓની ઓળખ શરણપ્પા તલવારા, વિરુપનગૌડા અને શરણપ્પા ઓજનાહલ્લી રૂપે કરી છે, જે તમામ કોપ્પલના નિવાસી છે અને પીડિતના પરિચિત છે. જાે કે આ ઘટના જૂન મહિનાની છે, પરંતુ વીડિયો વાયરલ થયા બાદ હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું છે સગીરના માતા-પિતાને વીડિયો બનાવવા અંગે જાણ થઇ, તે બાદ રવિવારે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી. અધિકારીઓની માનીએ તો ત્રણેય આરોપીઓએ સગીરના માતા-પિતાનો સંપર્ક કર્યો હતો અને તેને હુબલીમાં જળ જીવન મિશનમાં કામ માટે સાથે મોકલવા કહ્યું હતું. સગીરના પિતાએ ફરિયાદમાં કહ્યું કે, તેણે મારા દિકરાને નોકરી આપવાનો વાયદો કર્યો હતો. પોલીસે જણાવ્યા અનુસાર, આરોપીઓએ સગીરને નગ્ન થવા માટે મજબૂર કર્યો અને આશ્વાસન આપ્યું કે જાે તે ર્નિવસ્ત્ર થઇને પૂજા કરશે તો તેના પિતાનું દેવુ માફ થઇ જશે. આ ઉપરાંત, તેમણે સગીરને તેમ પણ કહ્યું કે, આમ કરવાથી તેનો પરિવાર ધનવાન બની જશે. તે બાદ સગીરે તેમ જ કર્યુ. જાે કે આરોપીઓએ તેનો વીડિયો બનાવી લીધો અને તે વિશે કોઇને જાણ ન કરવાની ધમકી પણ આપી.

Follow Me:

Related Posts