વલસાડ જિલ્લાના કિલ્લા પારડીમાં કંસારવાડ ખાતે આવેલા બહુચરા માતાજીના મંદિરે વર્ષોથી ચાલી આવેલી પરંપરા અનુસાર મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવે છે. અને રાત્રિ દરમિયાન માતાજીની લોલ રૂપે ગરબા રમવામાં આવે છે. જેમાં પ્રાચીન ગરબા ઓનો સમાવેશ થાય છે. પેઢી દર પેઢીથી ગવાતા પ્રાચીન ગરબાઓ અને કેટલીક પરંપરા ઓને આજની યુવા પેઢી ઓએ પણ જાળવી રાખી છે. અહીં છત્રપતિ શિવાજી સમયના પૈશ્વાઈ યુગના ઇતિહાસ ધરાવતું ૪૦૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે. આ મંદિરે મહાકાળી માતા, બહુચરાજી માતા અને શ્રી ચંડીકા માતા બિરાજમાન છે, આ મંદિરની મુર્તિ જર્જરિત થતાં સન ૧૯૭૩માં કંસારા સમાજે પુનઃ સ્થાપના કરવામાં આવી હતી .
જ્યારે કંસારા સમાજ બગવાડા આવ્યા ત્યારે મહાલક્ષ્મી અને છત્તરસુંગી માતાને પણ લાવી બિરાજમાન કરવામાં આવ્યા છે. અને હાલ તેઓ મંદિરની સાર સંભાળ રાખી પૂજા અર્ચના કરી રહ્યા છે. મરાઠા યુગમાં છત્રપતિ શિવાજી મહારાજે કિલ્લો બનાવ્યો હતો. જેની બાજુમાં કંસાર વાડમાં શ્રી બહુચરાજી માતાજીનું મંદિર બનાવ્યું હતું. કંસારા સમાજ ના દ્વારા દશેરાના દિવસે કેળ લૂંટવાની પરંપરા હજી જાળવી રાખી છે. મંડળના ભક્તો આ પરંપરા અનુસાર લાલ સ્ટ્રીટમાં આવેલા તેમની કુળદેવી મહાલક્ષ્મી માતાના મંદિરના આંગણામાં જઈ ગરબા રમી ત્યાર બાદ છંદ અને સ્તુતિ ગાય કેળ લૂંટી તેને પાર નદીમાં પધરાવી નવરાત્રી નું સમાપન કરવામાં આવે છે.
Recent Comments