ગુજરાત

દમણ પીયરમાં પરિણીતાએ બાથરૂમમાં ફાંસો ખાઇ લીધો

દમણ મોટી વાંકળ ખાતે થી ફાસો ખાધેલી એક મહિલાને સારવાર માટે લાવવામાં આવતા તબીબે મૃત જાહેર કરી હતી. પારડી પોલીસ મથકે દાખલ થયેલી ઝીરો નંબરની ફરિયાદ મુજબ દમણ કચીગામ ખાતે પરણેલી વૈશાલીબેન જીગ્નેશભાઈ કોળી પટેલ ઉંમર વર્ષ ૩૦ જેમના સંતાનમાં એક દીકરો અને દીકરી છે જે તેના પતિ સાથે તેના પિયર મોટીવાકડ આવી હતી અને બે સંતાનો સાથે તે પિયરમાં જ રોકાઈ હતી. વૈશાલીબેન આજરોજ સવારે ઘરના બાથરૂમમાં ગઈ હતી. પરંતુ ઘણા સમય બાદ પણ તે બાથરૂમ બહાર ન આવતા તેની માતા હેમાબેને દરવાજાે ખટખટાવ્યો હતો પરંતુ અંદરથી કોઈપણ જવાબ ના આવતા વૈશાલીબેન ના ભાઈ હાર્દિકે બાથરૂમનો દરવાજાે તોડતા અંદર વૈશાલીબેન બાથરૂમના સાવર સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં જાેવા મળતા સૌ પરિવારજનો ગભરાઈ ગયા હતા.

જેને તાત્કાલિક નીચે ઉતારી પારડી મોહન દયાળ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે વૈશાલીબેનને મૃત જાહેર કરી હતી. જે બનાવની જાણ પારડી પોલીસ મથકે તેમની માતાએ કરતા પારડી પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. જાેકે આ પરણીતાના આપઘાત કરવા પાછળ પરિવારના મતે વૈશાલીબેન ના લગ્ન થયા બાદ તેને પેટમાં ગાંઠ હતી જેની મુંબઈ લીલાવતી હોસ્પિટલ ખાતે સારવાર પણ ચાલતી હતી પરંતુ તેને ઘણા સમયથી પેટમાં દુખતું હોવાથી તે તણાવવામાં રહેતી હતી જેના કારણે તેણે આપઘાત કર્યો હોવાનું પરિવાર તારણ કાઢી ફરિયાદમાં જણાવ્યું છે.

Related Posts