ડિસ્માન ફાર્મા કંપનીને યોગ્ય સેફ્ટિનું સર્ટિ ન મળે ત્યાં સુધી બંધ રાખવા રજૂઆત
બાવળા-સાંણદ રોડ ઉપર લોદરીયાળ ગામ પાસે આવેલી દિસ્માન ફાર્માસ્યુટિકલ અને કેમિકલ કંપની આવેલી છે. કંપની દ્વારા કેમીકલયુક્ત ઝેરી પાણી કંપની બહાર ખેતરોમાં કાઢતાં ખેડૂતોનાં પાકને ભારે નુકશાન થવા પામ્યું હતું. જેથી ખેડૂતોએ સાણંદના મામલતદાર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં લેખિતમાં ફરિયાદ કરી હતી. તેમજ આ પ્રદુષણ બાબતે બાવળાનાં સામાજિક કાર્યકર પ્રફુલ મહેતાએ પણ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં લેખિતમાં રજૂઆત કરીને કાર્યવાહી કરવા રજૂઆત કરતાં યુ.જી.વી.સી.એલ. દ્વારા કંપનીનું ઇલેટ્રીક કનેકશન તારીખ ૧૭/૦૯/૨૦૨૨ના રોજ કાપી નાખ્યું હતું. દિસ્માન ફાર્માસ્યુટિકલ અને કેમિકલ કંપનીની અંદર જે સોલ્વન્ટ ટેન્ક જમીનની ભૂગર્ભમાં છે, જે એક લાખ લિટરની આસપાસ છે.
તેની નજીકમાં હાઈડ્રોજનનો પ્લાન્ટ છે. જે અતિ હાનિકારક છે. જાે આમાં કોઈ ઘટના સર્જાય તો ભોપાલ જેવી હાલત ના થાય એ માટે આ બંન્ને પ્લાન્ટના લાઇસન્સ નાગપુર ખાતેથી આ કંપનીની સેફટીની પૂર્ણ વિઝીટથી સેફ જાહેર ના થાય ત્યાં સુધી દિસ્માન કંપનીને ચાલુ ના કરવામાં આવે. જેનાથી આજુબાજુનાં માનવી અને પશુ-પક્ષીના જીવન જાેખમાય નહીં તે ધ્યાનમાં રાખીને યોગ્ય ર્નિણય કરવા જણાવ્યું હતુ. અગાઉ ૨૦૧૭ માં આ કંપનીમાં મોટી દુર્ઘટના થઈ હતી. જેમાં કર્મચારીનો ભોગ લેવાયો હતો. આ કંપની દ્વારા નિયમોનું પાલન નહિ કરવાને કારણે ભૂગર્ભ જળ અને જમીનને તેમજ હવામાં મોટુ પ્રદુષણ થાય છે. જેને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.
Recent Comments