ગુજરાત

છોટા ઉદેપુર એસઓજીએ કટારવાંટ ખાતેથી દેશી માઉઝર પિસ્તોલ લઇને આવેલા મધ્યપ્રદેશના ઇસમની ધરપકડ કરી

છોટા ઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે. છોટા ઉદેપુર તાલુકાના ઘણા ગામોની સરહદ મધ્યપ્રદેશ રાજ્યને લાગે છે અને આવા જ ગામોના રસ્તેથી પરપ્રાંતિય ગુનાખોરો ગુનાખોરીને અંજામ આપતા હોય છે. આવો જ એક કિસ્સો કટારવાંટ ખાતેથી મળી આવ્યો છે. છોટા ઉદેપુરના સરહદી વિસ્તારના કટારવાંટ ખાતે મધ્ય પ્રદેશના કઠીવાડાથી ભારતસિંગ ઉર્ફે હરિયો જામસિંગભાઈ બામણીયા નંબર વગરની હોન્ડા સાઈન બાઈક ઉપર દેશી માઉઝર પિસ્તોલ લઇને કટારવાંટ જવા નીકળ્યો હતો. જેને કટારવાંટ હલ્દી મહુડી ત્રણ રસ્તા પાસે જિલ્લા એસ.ઓ.જીએ ઊભો રાખી તપાસ કરતા તેની પાસેથી કમરના ભાગે પેટમાં ખોસી રાખેલી દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ કિમત રૂ. ૨૦ હજાર મળી આવી હતી. જેને લઇને છોટા ઉદેપુર જીલ્લા એસ. ઓ.જી.એ ભારતસિંગ ઉર્ફે હરિયો જામસિંગભાઇ બામણીયાની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts