વિવેક અને તેમની અભિનેત્રી પત્ની પલ્લવી જાેશીએ મુંબઈમાં એક આલિશાન ફ્લેટ ખરીદ્યા
આ વર્ષની ગણતરીની સફળ બોલિવૂડ ફિલ્મોમાંની એક એવી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ના રાઈટર-ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી સતત લાઈમલાઈટમાં રહે છે. તેમની ફિલ્મએ દુનિયાભરમાં લૂંટેલી વાહવાહી બાદ, કોન્ફિડન્સમાં આવેલા વિવેક બોલિવૂડ તેમજ સાઉથ ઈન્ડિયન સિનેમાની ફિલ્મો પર પણ ટિપ્પણી કરતા ખચકાતા નથી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર હંમેશા ટિપ્પણી કરીને વિવાદને આમંત્રણ આપતા રહે છે. રિસન્ટલી, વિવેક અને તેમની અભિનેત્રી પત્ની પલ્લવી જાેશીએ મુંબઈમાં એક આલિશાન ફ્લેટ ખરીદ્યો છે અને તેની કિંમત સાંભળીને અનેક લોકોની ભ્રમર ઊંચી થઈ ગઈ છે. વિવેક અને પલ્લવીએ મુંબઈના વર્સોવામાં ૩,૨૫૮ સ્કવેર ફૂટનો વિશાળ ફ્લેટ ખરીદ્યો છે.
જેની કિંમત લગભગ રૂપિયા ૧૭.૯ કરોડ હોવાનું સામે આવ્યું છે. આ ફ્લેટ સાથે આ કપલને ત્રણ કાર પાર્કિંગ સ્પેસ પણ મળી છે અને તેના ડોક્યુમેન્ટ્સ વિવેક રંજન અગ્નિહોત્રી અને તેમના પત્ની પલ્લવી મધુસુધન જાેશીના નામે રજીસ્ટર્ડ કરવામાં આવ્યા છે. આ ફ્લેટ ખરીદવાની સાથે આ કપલે રૂપિયા ૧.૦૭ કરોડ જેટલી સ્ટેમ્પ ડ્યુટી પણ ભરી હોવાના ડોક્યુમેન્ટ્સના ફોટોગ્રાફ્સ વાયરલ થઈ રહ્યા છે. આગામી સમયમાં વિવેક તેમની ફાઈલ્સ સિરીઝની ત્રીજી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે જેનું નામ ‘દિલ્હી ફાઈલ્સ’ રાખવામાં આવ્યું છે અને વિવેક અત્યારે તેની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. વિવેક અગાઉ, ‘ચોકલેટ’ , ‘ધન ધના ધન ગોલ’, ‘હેટ સ્ટોરી’ જેવી અનેક ફિલ્મો બનાવી ચૂક્યા છે પરંતુ તેમણે સફળતાનો સ્વાદ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’થી ચાખ્યો હતો.
Recent Comments