બોલિવૂડ

જેનિફર લોપેઝ અને શકિરાની જેમ નોરા ફતેહી વર્લ્ડકપમાં પરફોર્મ કરશે

સુપર ડાન્સર અને ગ્લેમર ગર્લ નોરા ફતેહીનો જાદુ ભારત પૂરતો સિમિત રહેવાના બદલે વિદેશમાં પણ ચાલી રહ્યો છે. ડાન્સિંગ ક્વિન ગણાતી નોરા ફતેહી ફિફા વર્લ્ડ કપમાં પરફોર્મ કરવાની છે. ડિસેમ્બર મહિનામાં ફિફાના ગ્લોબલ સ્ટેજ પર પરફોર્મન્સ માટે ભારત અને સાઉથ-ઈસ્ટ એશિયામાંથી માત્ર એક જ એક્ટ્રેસની પસંદગી થઈ છે. જેનિફર લોપેઝ અને શકિરા જેવા વર્લ્ડ ફેમસ સ્ટારની જેમ ગ્લોબલ પ્લેટફોર્મ પર  તક મળતાં નોરાના ફેન્સ આનંદમાં છે.

ફિફાના મ્યૂઝિક વીડિયોમાં શકિરા અને જેનિફર લોપેઝ અગાઉ જાેવા મળ્યા હતા. શકિરાએ રજૂ કરેલું વાકા વાકા અને લા લા લા સોન્ગ દુનિયા આખીમાં જાણીતું બન્યું હતું. અગાઉ પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ જેવા સ્ટાર્સે હોલિવૂડ મૂવીમાં કામ કરેલું છે, પરંતુ ફિફા વર્લ્ડ કપ માટે પ્રથમ વખત ઈન્ડિયન એક્ટ્રેસને આમંત્રણ મળ્યું છે. હોલિવૂડના જાણીતા સ્ટાર્સની હરોળમાં નોરાને સ્થાન મળ્યું છે.

Related Posts