fbpx
ગુજરાત

લીંબડીના ભલગામડામાં ગુજરાતના સૌથી ઊંચા ૧૨૫ ફૂટના વિશાળ ત્રિશુલની ભવ્ય સ્થાપના કરાઇ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા ગામે ગુજરાતનાં સૌથી વિશાળ ત્રિશુલની સ્થાપના કરવામાં આવી હતી. લીંબડીના ભલગામડા ગેટ નજીક આવેલા ભીમનાથ મંદિર ખાતે ગુજરાતનાં સૌથી વિશાળ ત્રિશુલની સ્થાપના કરવામાં આવી હતી. અંદાજે ૧૨૫ ફૂટ ઊંચા ગુજરાતનું સૌથી વિશાળ ત્રિશુલની શાસ્ત્રોક્ત વિધિ સાથે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે સ્થાપના કરવામાં આવી હતી. આ વિશાળ ત્રિશુલની પૂજા અર્ચના કર્યા બાદ દર્શનાર્થે પ્રજાજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. આ વિશાળ ત્રિશુલની ઊંચાઈ ૧૨૫ ફૂટ અને તેના સ્થંભનો વજન અંદાજે ૨ ટન જેટલો છે, ત્યારે લીંબડી તાલુકાના ભલગામડાની જનતાને આ એક અનોખી ભેટ મળી છે. ત્યારે લીંબડી તાલુકાના ભલગામડા ગામે ગુજરાતનું આ સૌથી વિશાળ ત્રિશુલ શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

Follow Me:

Related Posts