fbpx
ગુજરાત

92 કોડીનાર વિધાનસભાના વિધાનસભાની ભાજપ શક્તિ કેન્દ્રના સંયોજકની બેઠકમા હાજરી આપતા વી.વી.વઘાસીયા

ગીર સોમનાથ જીલ્લા 92 કોડીનાર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના શક્તિ કેન્દ્રના સંયોજકો તથા વિધાન સભા ચુંટણી પ્રચાર સમિતીની બેઠક 92 કોડીનાર વિધાનસભાના પ્રભારી અને પૂર્વ ક્રૂષિમંત્રીશ્રી વી. વી. વઘાસીયા સાહેબની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના  કોડીનાર કાર્યાલય ખાતે મળતા કોડીનાર શહેર / તાલુકાના તથા ગીરગઢડા( ઉના ) મંડળના શક્તિકેન્દ્રના સંયોજકો અને ત્રણેય મંડળના પ્રમુખ / મહામંત્રીઓ હાજર રહ્યા હતા. આ તકે વિધાનસભાના પ્રભારી વી.વી.વઘાસીયાએ ચુંટણીલક્ષી માર્ગ દર્શન આપ્યુ હતુ.

મંડળમા આવતા પેજ પ્રમુખો અને બુથમાં રહેતા કાર્યકરોના સતત સંપર્કમાં રહેવા તથા ડોર ટુ ડોર સંપર્ક અભિયાન ચાલુ રાખવા અપીલ કરી હતી. ઉત્તર પ્રદેશના કાનપુર થી આવેલા પ્રભારી શ્રી સંદીપનજીએ પણ.  માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું . પુર્વ સાંસદ શ્રી દિનુભાઇ સોલંકી તથા ખાંભા તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઇ શેલડીયાએ કાર્યક્રમ દરમિયાન વિશેષ  હાજરી આપી હતી.

Follow Me:

Related Posts