રાષ્ટ્રીય

હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાથી મહિલા સાથે ડ્રાઈવરે રેપ કર્યાંની ઘટના આવી સામે

દિલ્હીથી અડીને આવેલા હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં ૫૨ વર્ષની એક મહિલા સાથે કથિત રીતે એક વર્ષથી પણ વધારે સમય સુધી વારંવાર બળાત્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. મહિલાની ફરિયાદના આધાર પર પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. અધિકારીઓએ ગુરુવારે તેના વિશે જાણકારી આપતા કહ્યું કે, પીડિત મહિલા તરફથી નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપી પીડિતાના પતિના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને ઘરના કામોમાં મદદ કરતો હતો. ફરિયાદકર્તાએ આરોપ લગાવ્યો છે કે, ૧૦ ડિસેમ્બર ૨૦૧૯માં જ્યારે તે ઘર પર એકલી હતી, તો ડ્રાઈવર તેના રૂમમાં ઘુસી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યો હતો.

જ્યારે તેણે ડ્રાઈવરનો વિરોધ કર્યો તો, આરોપીએ કથિત રીતે તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેની સાથે રેપ કર્યો. પોલીસે ફરિયાદકર્તાના હવાલેથી કહ્યું કે, તે દિવસ બાદ આરોપીએ કથિત રીતે એક વર્ષથી પણ વધારે સમય સુધી આ મહિલા સાથે રેપ કર્યો અને તેના પતિને આ વિશે બતાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતી રહ્યો. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, તે લાંબા સમયથી ચૂપ રહી, પણ હવે આખરે પોલીસનો સંપર્ક કરવાનો ર્નિણય લીધો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સંબંધમાં બુધવારે સેક્ટર ૫૧ની મહિલા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૭૬ અને ૫૦૬ અંતર્ગત ફરિયાદ નોંધી લેવામાં આવી છે.

Related Posts