ગુજરાત

ટ્રક ચાલકે ૨૦ ઘેંટાને કચડી નાખ્યા, ટ્રક ચાલકને બગોદરા પોલીસે ઝડપ્યો

લીંબડી બગોદરાનો નેશનલ હાઈવે પર રોજબરોજ અકસ્માતોની ઘટના બનતી રહે છે અને માનવ જિંદગી તો હણાતી રહે છે. પરંતુ આ હાઈવે ઉપર પસાર થનારા જનાવરો પણ સલામત ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે માલધારી પોતાના જનાવરો લઈ અને બગોદરા હાઈવે ઉપર પસાર થઈ રહ્યા હતા. તેવા સમયે યમદૂત સ્વરૂપ ટ્રકના ચાલકે માલધારીઓના જનાવરો પર ટ્રક ફેરવી દેવાતા ઘટનાસ્થળ ઉપર જ ૨૦થી વધુ ઘેટાના મોત નિપજ્યા છે. જ્યારે અનેક ઘેટાઓ ઘાયલ થયા છે. અને મોત સામે ઝઝુમી રહ્યા છે. ત્યારે ટ્રકનો ચાલક બે ફિકરાઇ પૂર્વક ટ્રક ચલાવી અને પોતાને રસ્તા ઉપર જતા આવા ઢોર પણ નહીં દેખાયા હોય તેવો પ્રશ્ન હાલમાં સર્જાયો છે. હાઇવે ઉપર હાલમાં ૨૦ ઘેટાના મોતથી માલધારી સમાજમાં શોક ફેલાઈ જવા પામ્યો છે.

હાઇવે ઉપર લોહીની નદીઓ વહેવા લાગી હતી. ત્યારે સામાન્ય વાહન ચાલકો પસાર થતા હતા. ત્યારે તેમના મનમાં પણ અરેરાટી ફેલાઈ જવા પામતી હતી, તેવું હાલમાં માલધારી જણાવી રહ્યા છે. ત્યારે આ માલધારી અમદાવાદથી બગોદરા અને બગોદરાથી લીંબડી તરફ આવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની છે. તો આ ટ્રકના ચાલકે ૨૦ ઘેટાને કચડી નાખ્યા છે. પરંતુ જાે માનવનો યાત્રાળુ સંઘ પસાર થતો હોત તો માનવની પણ આ દશા કરત તેઓ પણ પ્રશ્ન હાલમાં ચર્ચામાં છે. હાલમાં માલધારી સમાજમાં રોષ જાેવા મળ્યો હતો.

ત્યારે તાત્કાલિક અસરે બગોદરા પોલીસે ટ્રકના ચાલકની ધરપકડ કરી છે. અને હાલમાં કાર્યવાહી પણ શરૂ કર્યું હોવાનું માલધારીએ જણાવ્યું છે. પરંતુ હાલમાં તેના ૨૦ ઘેટા કચડી નાખ્યા છે. અને મોતને ઘાટ ઉતાર્યા છે. જ્યારે ૧૫થી ૨૦ ઘેટા હાલમાં મરણ પથારીએ મોત સામેં ઝઝુમી રહ્યા છે. ત્યારે હાલમાં માલધારી સમાજની રોજીરોટી છીનવાઈ જવા પામી છે. ત્યારે ટ્રકના ચાલક સામે કેવી કાર્યવાહી પોલીસ કરે છે ? તે હવે જાેવાનું રહ્યું.

Related Posts