fbpx
અમરેલી

ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ના વિદ્યાર્થીઓ બન્યા વૈજ્ઞાનિકો અને એમનું ઘર બન્યું પ્રયોગશાળા

અમરેલી ડો. કલામ  ઇનોવેટીવ સ્કૂલ ના વિદ્યાર્થીઓ બન્યા વૈજ્ઞાનિકો અને એમનું ઘર બન્યું પ્રયોગશાળા. ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં ભણવા પ્રત્યે રુચિ વધે તેના માટે એક અલગ જ પ્રયાસ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓ દ્વારા વર્ગમાં ભણી ગયેલા વિજ્ઞાનના પ્રયોગો પોતાની જાતે કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ દ્વારા આ અલગ અલગ પ્રકારના વિડિયો બનાવવામાં આવ્યા આ પ્રકારના વિડિયોથી અન્ય વિદ્યાર્થીઓને પણ અલગ અલગ પ્રયોગોની માહિતી મળી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ફિલ્ટર પ્રોસેસ, અલગીકરણ, દ્રાવ્ય- અદ્રાવ્ય પદાર્થો, મિશ્રણ જેવા વિજ્ઞાનના અલગ અલગ પ્રયોગો જાતે કરવામાં આવ્યા હતા. 

વિદ્યાર્થીઓ માત્ર ભણીને યાદ રાખવા ઉપરાંત બીજાને ભણાવી શકે તેવી કુશળતા પ્રાપ્ત કરે તેવા હેતુથી શાળાના તજજ્ઞ વિજ્ઞાન શિક્ષક ક્રિષ્નામેડમ બોકરવાડીયા દ્વારા આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ જાતે કોઈક પ્રયોગ કરે તો વિષય પ્રત્યે અને અભ્યાસ પ્રત્યે તેમની રુચિ વધે છે તેવું આ એકટીવીટી દ્વારા જાણવા મળ્યું. સામાન્ય શાળાના વિદ્યાર્થીઓ માત્ર પ્રયોગ સમજી શકે છે,પરંતુ ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓ જાતે પ્રયોગ કરીને બીજાને પ્રયોગ સમજાવી શકે તેટલા કુશળ બની ગયા છે જેની સાબિતી આ એકટીવીટી દ્વારા તેમણે આપી હતી.

Follow Me:

Related Posts