fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં ૬ કરોડનું ડ્રગ્સ લાવનાર શખ્શનો ખુલાસો કે, રૂપિયા ૫૦ લાખ મળવાના હતા

જામનગરમાં નેવી ઇન્ટેલીજન્સને મળેલી ચોકકસ બાતમીના આધારે નાર્કોટીક બ્યુરોને સાથે રાખીને શહેરના પોશ વિસ્તાર શરૂ સેકશન રોડ પર આવેલા એમ.પી. શાહ ઉધોગનગરમાં કારખાનામાં દરોડો પાડયો હતો. જેમાં કારખાનામાંથી ૧૦.૩૫ કીલો એમ.ડી ડ્રગ્સ સાથે કારખાના માલિક ભાસ્કર ભરતભાઇને દબોચી લીધો હતો. આ ડ્રગ્સની કિંમત રૂ. ૬ કરોડની આંકવામાં આવી હતી. અમદાવાદ નારકોટી કંટ્રોલ બ્યુરોએ ભાસ્કરને ૭ દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરતા ૫ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.એજન્સીઓની પૂછપરછમાં ભાસ્કર મુંબઇથી કારમાં આ ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો. ડ્રગ્સની હેરાફેરી અને ડીલીવરી બાદ રૂ.૫૦ લાખ ભાસ્કરને મળવાના હોવાનું પણ તપાસનીશ એજન્સીના સૂત્રોએ જણાવ્યું છે. જામગનરમાંથી નેવલ ઇન્ટેલીજન્સ અને મુંબઇ એનસીબીની ટીમે રૂ.૧૦ કરોડના એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે ભાસ્કરને પકડી પાડયો હતો. જેની પુછપરછમાં આ જથ્થો મુંબઇથી આવ્યો હોય ત્યાં કાર્યવાહી હાથ ધરી વધુ રૂ.૧૨૦ કરોડનું ડ્રગ્સ પકડી પાડી કૌંભાડના મુખ્ય સૂત્રધાર એર ઇન્ડિયાના પૂર્વ પાયલોટ સહિત ૬ શખસોની ધરપકડ કરવામાં આવી હતી. જામનગર અને મુંબઇમાંથી ઝડપાયેલા રૂ.૧૨૦ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલા શખસોએ આ અગાઉ ૨૫૦ કીલો ડ્રગ્સ દેશના જુદા-જુદા શહેરોમાં વેંચી માર્યાનું પણ બંને એજન્સીઓની તપાસ અને આ શખસોની પૂછપરછમાં ખૂલ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts