ધોરાજી ખાતે હજરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીના ૨૪૬માં ઐતિહાસિક ઉર્ષના મેળાનો ૧૩ ઓક્ટોબરથી થશે પ્રારંભ : દરગાહ શરીફ ખાતે તૈયારીઓને અપાતો આખરી ઓપ. કોમી એકતાના પ્રતીક સમાન હઝરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાની સાહેબના ૨૪૬માં ઐતિહાસિક ઉર્ષનો મેળાનો તા. ૧૩ ઓક્ટોબર અને ગુરૂવારથી પ્રારંભ થશે. પ્રથમ દિવસે બપોરે ૩:૦૦ કલાકે સર્વે ખાદીમ તરફથી દરગાહ શરીફ પર ચાદરપેશ થશે. બાદમાં વિશાળ સંદલ શરીફ નીકળશે જેમાં જાંબુરના સીદી બાદશાહનું આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બનશે ૪ દિવસ સુધી ચાલનાર ઉર્ષમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.
ધોરાજી ખાતે હજરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીના ૨૪૬માં ઐતિહાસિક ઉર્ષના મેળાનો ૧૩ ઓક્ટોબરથી થશે પ્રારંભ

Recent Comments