ગુજરાત

તેલાવ કેનાલમાં ડૂબવાથી અમદાવાદના યુવકનું મોત

અમદાવાદ રાયખડ હવેલી વિસ્તારના ૨ યુવક સાણંદ નજીક આવેલ તેલાવ ગામની નર્મદા કેનાલમાં નાહવા પડતાં ડૂબી જવાથી ૧નું મોજ અનેએકનો બચાવ થયો હતો. સમગ્ર વિગતો એવી છે કે અમદાવાદ રાયખડ હવેલી વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા પાર્થ સુરેશભાઈ તેમજ તેનો મિત્ર હિંમત સુરેશભાઈ ઓડ બંને ગત તારીખ ૭ ઓક્ટોબરના રોજ સાણંદ નજીક આવેલ તેલાવ ગામની નર્મદા કેનાલમાં નાહવા પડ્યા હતા. પાર્થ ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતુ, જ્યારે હિંમતનો બચાવ થયો હતો.

પાર્થના કુટુંબીજનો ૩ દિવસથી પાર્થની શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે તેલાવ કેનાલમાં લાશ મળતા ચાંગોદર પોલીસને જાણ થતા અમદાવાદ પોલીસ પાર્થના પરિવારજનોને ઓળખ માટે બોલાવતાં, પાર્થના પરિવારજનો સહિત ચાંગોદર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા બાદ પાર્થની લાશને ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાંથી બહાર કાઢી સાણંદ સિવિલમાં પીએમ માટે મોકલી આપી હતી. ઘટના અંગે ચાંગોદર પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Follow Me:

Related Posts