ગુજરાત

ધનસુરાના બાયડ રોડ પર અચાનક ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી

ધનસુરા બાયડ રોડ પર ૨ કિલોમીટર દૂર હાઇવે પર ચાલુ ટ્રકમાં એકાએક આગની ઘટના સામે આવી છે. રાત્રીના સમયે ધનસુરા થી ૨ કિલોમીટર દૂર આવેલ એક હોટલ પાસેથી એક ટ્રક પસાર થઈ રહી હતી. ત્યારે એ ટ્રકમાં અચાનક આગની ઘટના સામે આવી હતી. ટ્રકના કેબિનમાંથી એકા એક ધુમાડા નીકળતા ડ્રાયવર અને ક્લીનર ટ્રક થોભાવી ઝડપથી નીચે ઉતરી ગયા અને બંનેનો આબાદ બચાવ થયો હતો. આગની ઘટનાથી અન્ય વાહન ચાલકો પણ વાહન થોભાવી આગ બુજવવા કામે લાગ્યા હતા અને મોડાસા નગરપાલિકાના ફાયર ફાયટરને જાણ કરતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. જાેકે આગને કાબુમાં લે એ પહેલાં ટ્રકમાં રહેલ એલઇડી તેમજ ઓવાન બળીને ખાખ થઈ ગયા હતા. ટ્રકમાં આગ કયા કારણોસર લાગી એ હકીકત જાણી શકાઇ નથી.

Related Posts