fbpx
રાષ્ટ્રીય

જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડના પિતા પણ CJI હતા

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (ઝ્રત્નૈં) યૂયૂ લલિતે આગામી મુખ્ય ન્યાયાધીશના પદ માટે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડના નામની ભલામણ કરી છે. આગામી મહિને તેઓ દેશના ૫૦માં ચીફ જસ્ટિસ બનશે. ખાસ વાત છે કે તેમના સીજેઆઈ બન્યા બાદ પ્રથમવાર એવું થશે જ્યારે કોઈ પિતા-પુત્ર ન્યાયપાલિકાના સર્વોચ્ચ પદ સુધી પહોંચશે. તેમના પિતા વાઈપી ચંદ્રચૂડ પણ ભારતના ચીફ જસ્ટિસ રહી ચુક્યા છે. જસ્ટિસ વાઈવી ચંદ્રચૂડ ૧૯૭૮માં દેશના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. તેઓ ૧૯૮૫માં સેવાનિવૃત્ત થયા હતા. ખાસ વાત છે કે તેઓ દેશના સૌથી લાંબા સમય સુધી ન્યાયાધીશ રહેનારા જજ છે. તેમના પુત્ર જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ પણ લગભગ બે વર્ષ સુધી દેશના મુખ્ય ન્યાયાધીશ રહેશે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડના પિતા વાઈવી ચંદ્રચૂડે સંજય ગાંધીને ‘કિસ્સા કુર્સી કા’ ફિલ્મના મામલામાં જેલની સજા સંભળાવી હતી. આ ફિલ્મ એક વ્યંગ્ય પર આધારિત હતી, જે ઈન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધી પર કરવામાં આવ્યો હતો.

ઇમરજન્સી દરમિયાન સરકારે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. વર્ષ ૨૦૧૭-૨૦૧૮માં જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે પોતાના પિતાના બે ર્નિણયને પલટી નાખ્યા હતા. તેમણે એડલ્ટરી લો અને શિવકાંત શુક્લા વિરુદ્ધ ડીએમ જબલપુરના ર્નિણયને પલટી નાખ્યા. તેમણે કહ્યું હતું કે હવે સેક્શુઅલ ઓટોનોમીને મહત્વ મળવું જાેઈએ. અંગ્રેજાેના જમાનાનો કાયદો પિતૃસત્તાત્મક વિચારને પ્રદર્શિત કરે છે. આ સિવાય તેમણે પોતાના કાર્યકાળમાં મહત્વના ર્નિણયો લીધા છે. ૨૧ ઓગસ્ટે નોઇડામાં પાડવામાં આવેલા ટિ્‌વન ટાવરને ધરાશાયી કરવાનો આદેશ આપવામાં પણ તેમનો મોટો હાથ હતો. આ સિવાય મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપનારી બેંચની આગેવાની પણ જસ્ટિસ ચંદ્રચૂડ કરી રહ્યા હતા. અયોધ્યા મામલામાં ચુકાદો આપનારી બેંચમાં પણ જસ્ટિસ ચંદ્રચૂડ હતા.

Follow Me:

Related Posts