ગુજરાત

અમૂલમાં નોકરી અપાવવાનું કહી યુવક સાથે ૧૪.૩૫ લાખની ઠગાઇ થઇ

નડિયાદ શહેરમાં રહેતા ૨૪ વર્ષીય યુવકને આણંદ અમૂલ ડેરીમાં નોકરી મેળવવી ભારે પડી છે. મામાના પરિચય થી વિરપૂરના સાલૈયાના ઇસમે નોકરી અપાવવાના બહાને કુ રૂ.૧૪.૩૫ લાખની છેતરપિંડી આચરી છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો છે.નડિયાદના ધવલસિંહ સોલંકીના મામા વિરેન્દ્રસિંહના માધ્યમથી રાજેશ પ્રજાપતિ રહે,સાલૈયા વીરપૂરના સાથે પરીચય થયો હતો. પરિચય થતા રાજેશે ધવલસિંહને આણંદની અમૂલ ડેરીમાં નોકરીનું સેટીંગ કરી આપવાની વાત કરતા ધવલસિંહે હા પાડી હતી. જેથી રાજેશે કહેલ કે ૧૦ થી ૧૫ લાખનો ખર્ચ થશે જેની તૈયારી રાખજાે, જેમાં સૌ પ્રથમ ટોકન પેટે રૂ ૧. ૪૦ લાખ આપવા પડશે તેમ કહેતા તા ૩ એપ્રિલ ૨૦૨૧ ના રોજ રૂ. ૭૫ હજાર આપ્યા હતા.

જે બાદ ધવલસિંહના મામાને અમૂલની નોકરીનો લેટર ફોનમાં બતાવ્યો હતો જેથી વિશ્વાસ થતા ધવલસિંહે રાજેશને ટુકડે ટુકડે રોકડા અને ગુગલ પૈ દ્વારા કુલ રૂ.૧૪.૩૫ લાખ આપ્યા હતા. પરંતુ નોકરીનુ કંઇ ન થતા રાજેશનો સંપર્ક કરી પૂછતા અમૂલ ડેરીના જે.કે.જાેષી નામના વ્યક્તિ સાથે આણંદ સર્કિટ હાઉસ ખાતે મુલાકાત કરાવી હતી. તેમ છતાં નોકરીનો કોઈ ઓર્ડર ન આવતા અમુલ ડેરી આણંદ જઇ તપાસ કરતા અમૂલમાં આવી કોઈ નોકરીની ભરતી ચાલુ નથી તેમજ જે. કે. જાેષી નામનો વ્યક્તિ અમૂલ ડેરીમાં સાહેબ ન હોવાનું માલૂમ પડ્યુ હતુ. જેથી રાજેશનો સંપર્ક કરતા રૂ. ૧,૫૪, ૫૦૦ ગુગલ પે થી પરત આપ્યા હતા. પરંતુ બીજા પૈસા પરત ન આપતા છેતરપિંડી થઇ હોવાનું માલૂમ પડ્યુ હતું. નડિયાદ પોલીસે રાજેશ પ્રજાપતિ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.

Related Posts