પાટણનાં બગવાડા સુભાષચોક વણકર વાસમાં રહેતા ૬૫ વર્ષનાં એક મહિલા જડીબેન મોહનભાઇ સાધુ ગલીમાંથી પસાર થતાં હતા. ત્યારે એક ઇક્કો ગાડીનાં ચાલકે તેમને ટક્કર મારી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જડીબેનને આ ઇક્કો ગાડીમાં બેસાડીને કેટલાક વ્યકિતઓ પાટણની જનતા હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં તબીબે તેમની તપાસ કરી મૃત જાહેર કર્યા હતાં.
આ બનાવની જાણે મૃતક મહિલાનાં પાટણની હોમગાર્ડમાં નોકરી કરતાં અને અપરિણીત પુત્ર નિતીનભાઇ મોહનભાઇ સાધુને થતાં તેઓ તથા તેમનાં પરિવારજનો દોડી આવ્યા હતા ને હોસ્પિટલ ખાતે ગયા હતા. આ બનાવ અંગે નિતીનભાઇએ ઇક્કો ગાડીનાં ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. અત્રે નોંધનીય છે કે, મૃતક જડીબેન તેમનાં બંને અપરિણીત પુત્રોની સારસંભાળ અને રસોઇ વિગેરે કરીને જમાડતા હતા. બંને ભાઇઓએ તેમની અન્નપૂર્ણા જેવી માતાને ગુમાવતાં તેવો ઘેરા શોકમાં આવી ગયા હતા.
Recent Comments