પંચમહાલ જિલ્લા લોકજનક્તિના યુવા કાર્યકર અને જિલ્લા ઉપપ્રમુખનો હોદ્દો સંભાળતા યોગેશકુમાર આરતસિંહ પરમારે પાર્ટીમાંથી વિદાય લઈને વિધિવત ભાજપમાં જાેડાઈ ગયા છે. યોગેશ પરમારને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા કેસરીયો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. યોગેશભાઈનું શહેરા ભાજપ દ્વારા પણ પાર્ટીમાં જાેડાવા બદલ અભિનંદન પાઠવામા આવ્યા હતા. નદીંસર વિસ્તારના પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમા જાેડાયા હતા. પંચમહાલ જીલ્લામાં વિધાનસભાની ચુટણીને લઈને રાજકીય પાર્ટીઓના કાર્યકરો અને અગ્રણીઓ પાર્ટીઓ બદલી રહ્યા છે, પાર્ટીઓમાં પોતાનુ માન સન્માન ન જળવાવુ અથવા પાર્ટીમાં પોતાની વાતને સાંભળવામા ન આવતી હોવાથી અગ્રણીઓ પાર્ટીઓ બદલી રહ્યા છે.
પંચમહાલ જિલ્લા લોકજનશક્તિના ઉપપ્રમુખ યોગેશસિંહ પરમારે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો

Recent Comments