fbpx
બોલિવૂડ

દીપિકા પાદુકોણ મેન્ટલ હેલ્થ જાગૃતિ અભિયાનમાં જાેડાઈ

દીપિકા પાદુકોણ મેન્ટલ હેલ્થ વિશે હંમેશા વાત કરતી રહે છે. અગાઉ, દીપિકા પણ માનસિક તાણથી ગુજરી ચૂકી છે અને તેની માતાના સપોર્ટના કારણે તે ડિપ્રેશનમાંથી બહાર આવી હોવાનું તે કહી ચૂકી છે. દીપિકાએ તે સમયથી જ મેન્ટલ હેલ્થ વિશે જાગૃતિ ફેલાવવાનું નક્કી કર્યું હતું અને આ માટે તેણે એક ખાસ સંસ્થાની શરૂઆત પણ કરી હતી. દર વર્ષે ૧૦ ઓક્ટોબરના રોજ ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે દીપિકા તેની સંસ્થા ‘લીવ લવ લાફ’ના પ્રોગ્રામ અંતર્ગત તમિલનાડુના સ્થિત સંસ્થામાં પહોંચી હતી અને માનસિક રીતે બીમાર પેશન્ટ સાથે સમય પસાર કર્યો હતો. તમિલનાડુ સ્થિત સંસ્થામાં પહોંચીને દીપિકાએ માનસિક બિમાર દર્દીઓ અને તેમના કેર-ટેકર સાથે વાતચીત કરી હતી.

તેમને આ બીમારી સામે હિંમતથી લડવા અને જીવનમાં આગળ વધવા માટે સમજાવ્યા હતા. આ સાથે જ, દીપિકાએ ડિપ્રેશનથી પીડિત પેશન્ટ્‌સની સુવિધાઓ અને સાર સંભાળવા વિશે પણ જાણકારી મેળવી હતી. વાયરલ થઈ રહેલા ફોટોગ્રાફ્સમાં દીપિકા અનેક પેશન્ટ સાથે વાતચીત કરતી અને પેશન્ટના આંસુ લૂછતી પણ નજર આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરવાની સાથે દીપિકાએ લખ્યું હતું કે, સંસ્થાની રચના નીચે સાથે જ અમે માનસિક બિમારીથી પીડાતા દર્દીઓની મદદ કરવા માટે તત્પર છીએ. તામિલનાડુના રૂરલ પાર્ટ સુધી પહોંચીને સસ્તા દરે અમે લોકો આવા દર્દીઓને સુવિધા અને સારું જીવન જીવવામાં મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/