આર.ટી.ઓ.ની નવી સીરીઝ GJ 14 BD 0001 થી 9999 માટે ઈ-ઓક્શન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, અમરેલી કાર્યક્ષેત્રના તમામ ફોર વ્હીલ ધારકો માટે કાર માટેની નવી સીરીઝ GJ 14 BD 0001 થી 9999 માટે ઈ-ઓક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે વાહન માલિકોએ નીચે મુજબની પ્રક્રિયા અનુસરવામાં આવશે.
આ ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે તા.૧૯ ઓક્ટોબર થી તા.૨૧ ઓક્ટોબર,૨૦૨૨ના રોજ સાંજે ૪ વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. ઈ-ઓક્શનમાં બિંડીંગ કરવાનો સમયગાળો તા.૨૧ ઓક્ટોબરથી તા.૨૩ ઓક્ટોબર-૨૦૨૨ સાંજે ૪.૦૦ વાગ્યા સુધી કરી શકાશે, ત્યારબાદ ઈ-ઓક્શનનું પરિણામ તા.૨૩ ઓક્ટોબર,૨૦૨૨ સાંજે ૪.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
પસંદગીના નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ વાહન ખરીદ તારીખથી ૭ દિવસની અંદર http//parivahan.gov.in/fancy/ લિંક મારફતે CNA ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી, પસંદગીના નંબર મેળવવા માટે ઉપર મુજબ લિંક પર નોંધણી યુઝર આઇડી અને પાસવર્ડ તૈયાર કરી, ઉપર મુજબ તારીખોમાં બીડીંગ કરવાનું રહેશે. અરજદારોએ હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૦૫ દિવસમાં નાણા જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ ભરેલી રકમને ફરીવાર હરાજી કરાવવાની રહેશે. ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારે આર.બી.આઈ દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચુકવવાનો રહેશે.
આ હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા વાહન માલિકોને સફળ માનીને બાકીનાં નાણા ૦૫ દિવસમાં ભરવા માટે એસ.એમ.એસ. અને અથવા તો ઈ-મેઈલથી જાણ કરવામાં આવશે. નાણા હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે પરત કરવાના રહેશે. એટલે કે, નેટ બેંકિંગ, ક્રેડીટકાર્ડથી ચુકવણું કર્યુ હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં એસ.બી.આઈ. ઈ-પેમેન્ટ દ્વારા પરત કરવામાં આવશે. આ હેતુ માટે ઓનલાઈન એમ.આઈ.એસ. અને નિષ્ફળ વ્યવહારની ખાતરી કરી બેંકને જાણ કરવી.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અમરેલીના જણાવ્યા મુજબ ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટેનો વીડિયો ‘યુ-ટ્યૂબ’માં ઈ-ઓક્શન, આર.ટી.ઓ ગુજરાત સર્ચ કરવાથી વીડિયો જોઈ શકાશે. વધુમાં ઈનવોઈસ અને વીમાની તારીખ બેમાંથી જે વહેલાં હોય તે તારીખથી સાત દિવસ થતા હોય તેવા વાહન માલિકો જ ઓક્શનમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે કચેરીના હેડ ક્લાર્કનો સંપર્ક કરવો.
Recent Comments