નાથદ્વારામાં સૌથી ઊંચી શિવમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા
પુ.મોરારીબાપુની કથાઓનું સમયપત્રક પણ તેની આગવી તલગાજરડી ઓળખ ધરાવે છે.જેમાં દર વર્ષે મારી જાણ મુજબ વિક્રમસવંતના વર્ષ પ્રારંભની પહેલી કથા કોઈ યાત્રાધામમાં યોજાય છે.આ પરંપરાને મહદઅંશે પુ.મોરારીબાપુ જાળવી રાખવાં પ્રયત્ન કરે છે. આ કથાનો પ્રારંભ દર વર્ષે મોટેભાગે લાભ પાંચમથી થતો હોય છે. ચાલુ વર્ષે આ કથા પૂ. બાપુએ શિવતીર્થ તરીકે જે સમગ્ર વિશ્વમાં જાણીતું થવાં જઈ રહ્યું છે એવી નાથદ્વારા પાસે આવેલી કૈલાશ ટેકરી પર નિર્માણ થયેલી શિવ પ્રતિમાને તેના ચરણોમાં આ કથા અર્પણ કરવામાં આવી છે. ભગવાન ભોળાનાથની વિશ્વની સૌથી ઊંચી આ મૂર્તિના કાર્યનો શિલાન્યાસ મોરારીબાપુએ 2012માં કર્યો હતો. લગાતાર 10 વર્ષ સુધી કામ ચાલ્યા પછી 2022 માં આ મૂર્તિ હવે પૂર્ણતઃ નિર્માણ પામી છે. અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ રામકથાના માધ્યમથી વિક્રમ સવંત કારતક સુદ પાંચમ તારીખ 29 -10-22થી 6-11-22 થી થવા જઈ રહ્યો છે.
આ શિવમૂર્તિ વિશ્વની બેનમુન કહી શકાય તેવી મૂર્તિ છે. આ કુલ આ મૂર્તિ કુલ 369 ફૂટ ઊંચી છે અને તેનું 3000 ટન વજન છે આ મૂર્તિના નિર્માણમાં 2500 ટન ધાતુ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનું ફાઉન્ડેશન 110 ફૂટ ઊંચું છે. 250 કીમીની ઝડપે ફુકાનાર વાવાઝોડું તેને નુકશાન કરી શકશે નહીં.આ મુર્તનુ આયુષ્ય 2500 વર્ષ આંકવામાં આવ્યું છે. મૂર્તિનો ચહેરો 17 ફૂટ છે એટલે કે આપણા મકાનના બે માળ હોય તેટલું શિવ ભગવાનનું મુખ છે આ પરિસર સોળ એકરમાં ફેલાયેલું છે. આ મૂર્તિમાં તમે ચાર લિફ્ટ નો ઉપયોગ કરીને 280 ફૂટ ઊંચે સુધી જઈ શકો છો જ્યારે તમે 280 ફૂટ જોશો ત્યારે શિવ ભગવાનના ખભા પર તમે પહોંચી શકશો. તેમાં 3 સીડી અને એક પ્રાથૅના ખંડ પણ છે.આસપાસમાં 5,000 લિટર પાણીના બે તળાવ બનાવવામાં આવ્યા છે જેનાથી શિવ પ્રતિમા પર અભિષેક થવાનો છે. પરિસરમાં હર્બલ ગાર્ડન પણ છે.
એ વાત યાદ આપવી જોઈએ કે કર્ણાટકનું મરુતેશ્વર મહાદેવ નું મંદિર કે જ્યાં 130 ફૂટ ઊંચી શિવમૂર્તિ છે તો નેપાળનું કૈલાશનાથ મંદિર કે જેની ઊંચાઈ મૂર્તિની ઊંચાઈ 143 ફૂટ છે. સંતકૃપા સનાતન સંસ્થાના ટ્રસ્ટી શ્રી મદન પાલીવાલે વર્ષો પહેલા શ્રીજીની નગરીમાં ભગવાન શિવની અદભૂત મુદ્રામાં વિશ્વની સૌથી વિશાળ શિવ મૂર્તિ બનાવવાનો ડ્રીમ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો, જે હવે તૈયાર થઇને પોતાની પૂર્ણતા લઇ ચૂક્યો છે. શ્રીજીની નગરીમાં સ્થાપિત ભગવાન શિવની આ અદભૂત પ્રતિમા લોકોના આકર્ષણની સાથે દેશ અને રાજસ્થાનની પ્રવાસનમાં એક નવો પરિમાણ સ્થાપિત કરશે. અહીં રામકથાની સાથે વિવિધ સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતની સરહદે આવેલું આ તીર્થક્ષેત્ર ઉદેપુરથી 45 કીમી દુર છે.કથામાં દેશ વિદેશમાં વસતા અનેક લોકોને નિમંત્રણ તથા સૌને જાહેર નિમંત્રણ પણ મદનલાલજીએ આપ્યું છે.
Recent Comments