fbpx
ભાવનગર

૩૬ મી  નેશનલ ગેમ્સ મહિલા વિભાગમાં વોલીબોલમાં કેરળ ગોલ્ડ મેડલ વિજેતા

ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહેલી વોલીબોલની ફાઇનલ મેચમાં મહિલા વિભાગમાં કેરળ એ વેસ્ટ બંગાળને ૩-૦ થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો

૩૬ મી નેશનલ ગેમ વોલીબોલનાં ફાઈનલમાં કેરળ તથા વેસ્ટ બંગાળ પહોંચી હતી જેમાં કેરળ એ વેસ્ટ બંગાળને રોમાંચક મેચમાં ૩-૦ જીત મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ, વેસ્ટ બંગાળ ને સિલ્વર મેડલ મળ્યો હતો. કેરળ એ વેસ્ટ બેંગોલને 25-22, 36-34 અને 25-19 ના સેટમાં હરાવીને ગેમ્સ જીતી હતી.

આ ઉપરાંત સવારે રમાયેલી બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં મહિલા વિભાગમાં હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન સામેની મેચ માં રાજસ્થાને મેચ જીતીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

નેશનલ ગેમ્સ ના ફાયનલ બાદ વિજેતા ટીમને એવોર્ડ એનાયત કરવા ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, મેયર શ્રી કીર્તિબેન દાણીધારીયા, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, મહાનગરપાલિકા કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દિવ્યરાજ સિંહ બારૈયા તેમજ વોલીબોલ એસોસિએશનનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts