મકાનના બાંધકામના મજુરીના રૂપિયા મુદ્દે કોન્ટ્રાક્ટરે લોખંડની પાઇપ ફટકારી
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આંબલી ગામના મેડા ફળિયામાં રહેતા અનીલકુમાર શંકરભાઇ મેડા અને તેમના મોટાભાઇ સુનીલભાઇ અને દીલીપભાઇ તથા માતા રમીલાબેન, માસા માધવસિંહ ઝીથરાભાઇ પલાસ સહિતના અભલોડ રાયણ ચોકડી પાસે તેમના નવા બનતા મકાને હતા. તે દરમિયાન મકાનનું બાંધકામ કરતાં કોન્ટ્રાક્ટર નેલસુર ગામના રમેશભાઇ મડુભાઇ પરમાર તથા રાકેશભાઇ રમેશભાઇ પરમાર, ભરતભાઇ રમેશભાઇ પરમારતથા મમતાબેન મહેશભાઇ બિલવાળ ત્યા આવ્યા હતા. અને અનિલકુમાર મેડા પાસે મજુરી કામના રૂપિયાની માંગણી કરતાં રમેશભાઇ મનુભાઇને કહેલ કે તારા જે રૂપિયા નીકળે છે તે હિસાબ કરીને આપી દઇશ તેમ કહેતા એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા લાગ્યો હતો. અનિલકુમાર મેડાએ રમેશને ગાળો બોલવાની પાડતા ચારેય જણા એકદમ ઉશ્કરાઇ ગયા હતા .
રમેશ મડુએ તેના હાથમાની લોખંડની પાઇપ અનિલકુમારને માથામાં મારતાં ઇજા થતાં લોહીલુહાણ થયા હતા. તેમજ બાકીના રાકેશ રમેશ પરમાર, ભરત રમેશ પરમાર તથા મમતાબેન બિલવાળે ગડદાપાટુનો માર મારવા વાગતા અનિલકુમારે બુમાબુમ કરતાં માતા રમીલાબેન વચ્ચે છોડાવવા પડતા તેમણે પણ માર મારી શરીરે મુઢ ઇજાઓ પહોચાડી હતી. આ દરમિયાન નજીકમાંથી લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. ત્યાર બાદ ઇજાગ્રસ્ત અનિલકુમારને જેસાવાડા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. આ બાબતે અનિલકુમાર શંકરભાઇ મેડાએ હુમલાખોરો વિરૂદ્ધ જેસાવાડા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments